તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચ લેવાના કેસમાં વિદ્યુત પેટા નિરીક્ષકને 3 વર્ષની કેદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

2003માં લાંચ લેતા પકડાયેલા વિદ્યુત પેટા નિરીક્ષક વિતેશભાઇ જિતેન્દ્રભાઇ વસાવડાને સ્પેશિયલ (એસીબી) જજ વી.વી.પરમારે દોષિત ઠેરવ્યા છે. અદાલતે 3 વર્ષની સજા અને રૂ.5 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ 3 મહિનાની સજાનો હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ, આરોપી વિતેશભાઇ બહુમાળી ભવનમાં આવેલી સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં પેટા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન ઢેબર રોડ, સાઉથમાં આવેલા બંસી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં 10 કે.વી.નું ઇલેક્ટ્રિક કનેક્શન હતું. જેની તપાસ દરમિયાન કારખાનાનો વપરાશ 11 હોર્સ પાવરનો હોય કારખાનેદારને આરોપીએ દંડ ભરવા કહ્યું હતું અને જો દંડ ન ભરવો હોય તો રૂ.5500ના લાંચની માગણી કરી હતી. અંતે રૂ.3500 આપવાનું નક્કી થયું હતું. જે અંગે કારખાનેદારે એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી વિતેશભાઇને લાંચ સ્વીકારતા પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો