તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 બાઇકચોરીમાં બાળ ગુનેગાર સહિત બે ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં વાહનચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે પોલીસે કુબલિયાપરા-5માં રહેતા રવિ વિનુ સોલંકી અને એક બાળ આરોપીને શંકાસ્પદ બાઇક સાથે પકડી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં પોપટ બની ગયેલી બેલડીએ ત્રણ બાઇકચોરી કર્યાની કબૂલાત આપતા રવિની ધરપકડ કરી છે. જ્યારે બાળ આરોપીને બાળ ગૃહમાં મોકલી અપાયો છે. રવિની વિશેષ પૂછપરછ કરતા બંનેએ છેલ્લા પંદર દિવસમાં સિવિલ હોસ્પિટલનાં પાર્કિંગમાંથી ત્રણ બાઇકની ચોરી કર્યાની કેફિયત આપી છે. પોલીસે ત્રણેય ચોરાઉ બાઇક કબજે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...