• Gujarati News
  • National
  • Rajkot News 2608 Tonnes Of Rice Deposited In Rajkot In 42 Wagons Of Railway Goods Train 070006

રેલવેની ગુડ્ઝ ટ્રેનના 42 વેગનમાં 2608 ટન ચોખાનો જથ્થો રાજકોટમાં ઠલવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારીથી બચવા સરકાર લોકોને રાહત થાય તે દિશામાં કામ કરી રહી છે. લોકડાઉનની સ્થિતિમાં જીવન જરૂરી વસ્તુઓની તંગી ન સર્જાય તે માટે પણ પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી છે. શુક્રવારે રાજકોટ રેલવેમાં 42 જેટલા વેગનમાં 2658 ટન ચોખાનો જથ્થો ગુડ્ઝ ટ્રેનમાં આવી પહોંચ્યો હતો. દેશના ખૂણે ખૂણે લોકોને જીવન જરૂરી વસ્તુઓનો જથ્થો પહોંચાડી શકાય તે માટે રેલવે પ્રશાસન અને રેલવે કર્મીઓ લોકડાઉનમાં પણ કામ કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે અંબાલાથી ચોખાના જથ્થા સાથે આવી પહોંચેલી માલગાડીમાંથી મોટા પ્રમાણમાં ચોખાની ગુણીઓ મજૂરોની અછત વચ્ચે ટ્રેનમાંથી ટ્રકમાં ઠલવાઈ હતી અને સરકારના ગોડાઉન સુધી પહોંચાડવામાં આવી હતી.

કોરોના વાઇરસના સંક્રમણના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલુ છે. આવા સમયે લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તેવા રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાય માટે લોકડાઉનની સ્થિતિમાં પણ રાજકોટ વિભાગ સહિત સમગ્ર દેશમાં ગુડ્ઝ ટ્રેન સતત દોડી રહી છે. રાજકોટ વિભાગીય રેલવે મેનેજર પરમેશ્વર ફૂંકવાલે સામાન્ય લોકોને તેમની સલામતી માટે કોઈ પણ સંજોગોમાં રેલવે ટ્રેક ઉપર ન ચાલવા અને હંમેશાં પાટાથી યોગ્ય અંતર જાળવવા વિનંતી કરી છે અન્યથા તે જીવલેણ બની શકે છે.

વેસ્ટર્ન રેલવેએ ટ્રેન રદ થવા બદલ યાત્રિકોને 97.9 કરોડ રિફંડ કર્યા

પશ્ચિમ રેલવેએ રૂ. 97.9 કરોડની કેન્સલ ટિકિટનો સફળતાપૂર્વક રિફંડ કર્યો. તે જ રીતે 6,036 મેલ/ ટ્રેનો અને 8,268 પેસેન્જર ટ્રેન સહિત કુલ 14,304 ટ્રેન રદ કરી છે.પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકર જણાવે છે કે,પશ્ચિમ રેલવેને કોરોના વાઇરસ લોકડાઉનના કારણે રૂ.121.37 કરોડ (25 માર્ચ, 2020 સુધી) નુકસાન થયું છે.

જીવન જરૂરિયાતની વસ્તુઓના પરિવહન માટે લોકડાઉનમાં પણ રેલવે કાર્યરત છે

અન્ય સમાચારો પણ છે...