તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોકુલધામ સોસાયટીમાં 258 બાળકોએ રમી શેરી રમતો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ નવરંગ નેચર ક્લબના ઉપક્રમે ગોકુલધામ સોસાયટીના મેદાનમાં શેરી રમતો યોજાઇ હતી. 6થી 15 વર્ષના 258 બાળકોએ જુદી જુદી શેરીમાં રમાતી રમતો રમી કૌશલ્ય બતાવ્યું હતું. વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. શેરી રમતને સફળ બનાવવા વી.ડી.બાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

નોબલ શિશુમંદિરમાં રમતોત્સવ
રાજકોટ | રૈયારોડ, સંતોષ પાર્કમાં આવેલી નોબલ શિશુમંદિરમાં નાના ભૂલકાઓને ભણતરની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. નાના ભૂલકાઓએ વિવિધ રમતોમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. વિજેતા ખેલાડીઓને સન્માનિત કર્યા હતા.

મોદી સ્કૂલના દેવાંશ રાઠોડે કરાટેમાં પ્રથમ સ્થાન મેળવ્યું
રાજકોટ | અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મોદી સ્કૂલમાં ધો.6માં અભ્યાસ કરતા રાઠોડ દેવાંશે તેના વય જૂથમાં પ્રતિસ્પર્ધીઓને મ્હાત આપી પ્રથમ સ્થાન મેળવ્યું છે. શાળાના ટ્રસ્ટી ડો.આર.પી.મોદી સહિતનાઓએ દેવાંશને અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો