તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી દારૂના ત્રણ દરોડામાં 2 પકડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ| ગુંદાળા ગામની સીમમાં ખંડેર જેવા મકાન પાસે કુવાડવા રોડ પોલીસે માહિતીના આધારે દરોડો પાડી ગામના જ હરેશ ઉર્ફે હરો કાળાભાઇ ગમારાને વિદેશી દારૂની 60 બોટલ સાથે પકડી પાડ્યો હતો. નવા થોરાળા, ગોકુળપરા-3માં રહેતા અશોક ઉર્ફે કીલુ મોહનભાઇ ચાવડાના બંધ મકાનમાં થોરાળા પોલીસે દરોડો પાડી વિદેશીદારૂની 54 બોટલ પકડી પાડી હતી. જો કે, અશોક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે જસદણ રહેતા રમેશ પોપટ વાઘાણીને સરધારથી લોધિડા ગામ તરફ જવાના રસ્તેથી ઇકો કારમાં વિદેશી દારૂની 51 બોટલ સાથે ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...