તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News 175 Fiddlers In Saurashtra Still Closed All Of Rajkot39s Continued 072007

સૌરાષ્ટ્રમાં 175 ફીડર હજુ બંધ, રાજકોટના બધા ચાલુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાના પગલે ત્રણ દિવસમાં ગામડાઓમાં અંધારપટ છવાયો હતો. શનિવાર સાંજ સુધીમાં સૌરાષ્ટ્રમાં 175 ફીડર બંધ છે. આ ફીડરો ખેતીવાડીના હોવાનું અધિકારીઓ જણાવે છે. 944 વીજપોલ અને 47 ટ્રાન્સફોર્મર હજુ પણ જમીનદોસ્ત હોવાની સ્થિતિ સર્જાય છે. રાજકોટ શહેરમાં શુક્રવારે બંધ પડેલા 9 જેટલા ફીડરોને તાકીદે રિપેર કરી ચાલુ કરી દેવાયા છે.

રાજકોટ ગ્રામ્યમાં હજુ 12 ફીડર બંધ છે. પોરબંદરના 32, જૂનાગઢના 96, જામનગરના 35 સહિત કુલ 175 ખેતીવાડીના ફીડરો હજુ બંધ છે, જ્યારે મોરબીમાં 1, પોરબંદરમાં 23, જૂનાગઢમાં 9, જામનગરમાં 3, ભાવનગરમાં 3, બોટાદમાં 1, અમરેલીમાં 6, અને સુરેન્દ્રનગરના 1 સહિત 47 ટ્રાન્સફોર્મર પડી ગયેલા છે, જ્યારે પડી ગયેલા 944 વીજપોલમાં સૌથી વધુ પોરબંદરના 364 અને જૂનાગઢના 304 પોલનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...