તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

150 ભૂલકાંઓ બાપુનો વેશ ધારણ કરી ગાંધીકૂચ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સમગ્ર ભારતમાં અનેકવિધ કાર્યક્રમો દ્વારા ગાંધીજયંતી મનાવાય છે પરંતુ સાંપ્રત સમસ્યાઓ અને તેનો ગાંધીમય ઉકેલ સાથે ગાંધીવિચાર યાત્રાની સર્વપ્રથમ પહેલ રાજકોટથી ફ્રિડમ યુવા ગ્રૂપ દ્વારા કરવામાં આવી છે જેમાં ચાલુ વર્ષે ‘M K 150’ ગાંધીકૂચ યોજાશે.

યાત્રા અંગે જણાવતા રમાબેન હેરભા, એચ.એ. કાનાણી જણાવે છે કે આ વર્ષ બાપુની જન્મજયંતી સાર્ધ શતાબ્દી મહોત્સવના સમાપન નિમિત્તે રાજકોટમાં ક્યારેય નથી બન્યું એવું 150મી જન્મજયંતીએ 150 વિદ્યાર્થીઓ ગાંધીજીના પરિવેશમાં ‘M K 150’ ગાંધીકૂચ કરશે અને કાયદાઓનું ચુસ્ત પાલન કરવાની સમજણ આપશે. પંચશીલ સ્કૂલના સંચાલક અને ગાંધી વિચારના પ્રખર હિમાયતી ડૉ. ડી.કે વાડોદરિયા દ્વારા વિશ્વની સૌથી વિશાળ ગાંધી ટોપી જે ગિનિસ બુકમાં સ્થાન પામેલ તે પણ આ યાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...