તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News 1000 Students Participated In The Planned Mega Placement Of Rk University 070634

આર.કે.યુનિવર્સિટી આયોજિત મેગા પ્લેસમેન્ટમાં 1000 વિદ્યાર્થીએ ભાગ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટની આર.કે. યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ વીક-2019નું આયોજન કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 34 જેટલી કોલેજના 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્લેસમેન્ટ કેમ્પમાં વિવિધ ક્ષેત્રોની અગ્રગણ્ય 30 જેટલી કંપનીઓએ 650થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે ભાગ લીધો હતો. જેમાં એમઆરએફ ટાયર્સ, રિલાયન્સ જિઓ, એચ.એફ.એફ.સી., બજાજ કેપિટલ, પેન્ટાલુન, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, જેનબર્ક ફાર્માસ્યૂટિકલ્સ, ફાલ્કન પમ્પસ, ઇપપી કોમ્પોઝિટસ, કેપ્ટન ટ્રેક્ટર્સ અને અન્ય મોટા બ્રાન્ડસ નવી સ્નાતક પ્રતિભાઓને રોજગારીની તકો પ્રદાન કરવા ભાગ લીધો હતો. સૌથી વધુ પેકેજ હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની દ્વારા રૂ.6.50 લાખનું ઓફર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...