તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રંબા, રાવકી સહિતના 10 ગામ હવે રૂડામાં ભળી જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

મહાનગરપાલિકાની હદમાં રૂડાના પાંચ ગામનો સમાવેશ કરવા તૈયારી ચાલી રહી છે ત્યારે રૂડામાં પણ નવા 10 ગામનો સમાવેશ કરવા માટે ગત ફેબ્રુઆરી માસમાં રૂડાએ દરખાસ્ત તૈયાર કરી સરકારને મોકલી આપી હતી. તે દરખાસ્ત મંજૂર થાય તેવી સંભાવના છે. ત્રીજા રિંગ રોડનો પ્લાન જાહેર કર્યા બાદ રૂડાએ આ 10 ગામનો રૂડા હેઠળ સમાવેશ કરવા સરકારને દરખાસ્ત મોકલી હતી.

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ ત્રીજો રિંગ રોડ 2031 ડી.પી.માં જાહેર કર્યો હતો. ત્યારે ત્રીજા રિંગ રોડ રૂડા સિવાયના ગામોમાંથી પસાર થતો હોવાથી આ ગામોને રૂડા હેઠળ લાવવા માટે સરકારને ફેબ્રુઆરી 2019માં દરખાસ્ત મોકલી દેવામાં આવી હતી. હવે રાજકોટ મહાનગરપાલિકાની હદ વધારવાની તૈયારી શરૂ કરી છે ત્યારે રૂડામાં રાજકોટ તાલુકાના પીપળિયા, નાગલપર, લોઠડા કસ્તુરબાધામ ત્રંબા ગામ, લોધિકા તાલુકાના વાગુદળ, રાવકી, હરિપર, તરવડા, ટંકારા તાલુકાનું આણંદપર અને પડધરી તાલુકાના ઇશ્વરિયા ગામનો સમાવેશ કરવા સરકારમાં છેલ્લા 10 માસથી દરખાસ્ત પેન્ડિંગ છે તે મંજૂર થાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...