તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેક રિટર્ન કેસમાં મિત્રને 1 વર્ષની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | માયાણી ચોક પાસે આવેલા પૂજા પાર્ક-3માં રહેતા કિરીટભાઇ ગોરધનભાઇ કોઠિયા સામે જુદા જુદા બે ચેક રિટર્નના કેસ ચાલી જતા અદાલતે દોષિત ઠેરવી બંને કેસમાં 1-1 વર્ષની સજા ફટકારી છે. તેમજ 60 દિવસમાં ચેક મુજબની રકમ વળતર રૂપે ચૂકવી આપવા અને જો ન ચૂકવે તો વધુ 1-1 વર્ષની સજાનો હુકમ કર્યો છે. આરોપીએ કુવાડવા રોડ, રણછોડનગર સોસાયટી-7/15માં રહેતા પરેશ હરિલાલ બાબિયા પાસે મિત્રતાના દાવે આર્થિક મદદ માંગી કુલ 39.60 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. મોટી રકમ મેળવ્યા બાદ આરોપીએ ઉપરોકત રકમના ચાર ચેક આપ્યા હતા, પરંતુ ચારેય ચેક રિટર્ન થતાં પરેશભાઇએ એડવોકેટ અતુલ સી.ફળદુ મારફત કોર્ટમાં બે જુદી જુદી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...