તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિદેશની જેમ રાજકોટમાં પણ ઝીબ્રા કોસિંગ 3ડી, તસવીરોમાં જુઓ નજારો Zibra Cossing In 3D At Rajkot And Show Photos

વિદેશની જેમ રાજકોટમાં પણ ઝીબ્રા કોસિંગ 3ડી, તસવીરોમાં જુઓ નજારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રંગીલું રાજકોટ ચિત્રનગરીની પણ છાપ ધરાવે છે. શહેરના અનેક વિસ્તારોમાં દીવાલ પર, એરપોર્ટ પર, રેલવે સ્ટેશન પર ચિત્રો જોવા મળે છે. ફન સ્ટ્રીટના પ્રણેતા જીતુભાઇ ગોટેચાએ જણાવ્યું હતું કે, વિદેશમાં ઝીબ્રા ક્રોસિંગ 3ડીમાં જોવા મળતા હોય છે. ત્યારે રાજકોટના રસ્તા પર ઝીબ્રા ક્રોસિંગ 3ડી બનાવવામાં આવે તો અલગ જ નજરાણા સમાન દેખાય. શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોકથી આગળ 3ડીમાં ઝીબ્રા ક્રોસિંગ બનાવવામાં આવ્યું છે. જેને જોઇ લોકો પણ આશ્ચર્યચકિત બન્યા છે. 

 

18થી 20 કલાકારોએ સાડા ત્રણ કલાકની મહેનતથી બનાવ્યું 3ડી જીબ્રા ક્રોસિંગ 

 

જીતુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, ઝીબ્રા ક્રોસિંગ 3ડીમાં બનાવવા માટે મનપાના કમિશનર બંછાનિધી પાની સાથે પણ વાત કરી હતી અને તેણે સહયોગ આપ્યો હતો. 3ડી ઝીબ્રા ક્રોસિંગ બનાવવા 18થી 20 કલાકારોએ સાડા ત્રણ કલાકની મહેનત કરી હતી. આ માટે 15 લિટર કલરનો ઉપયોગ થયો હતો. રાજકોટમાં હાલ ફન સ્ટ્રીટ દ્વારા 11 હજાર ચિત્રો દોરવામાં આવ્યા છે.

 

કોંગ્રેસને અલવિદા કહેનાર ઇન્દ્રનીલ રહે છે આવા 5 સ્ટાર બંગલામાં, અંદરનો નજારો

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....