તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોર પોલીસ મથકમાં દલિત યુવાને કેરોસીન છાંટી કર્યું આત્મવિલોપન, સારવારમાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત - Divya Bhaskar
હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત

ભાવનગર: સિહોર શહેરના એકતા સોસાયટીમાં રહેતા એક દલિત યુવક સિહોરના મોટા બુટલેગર અને ધાકધમકી આપી લુખ્ખાગીરી કરતા શખ્સએ પોલીસના બાતમીદાર તરીકેની શંકાથી પ્રેરાઈ ધમકી આપતા તેના ડરથી અને પોતાની વાત કોઈ સાંભળતું નહીં હોવાના અસંતોષથી રવિવારે સાંજે સિહોર પોલીસ મથકમાં જ થેલીમાં કેરોસીન લાવી શરીર પર છાંટી જાતે કાંડી ચાંપી આત્મવિલોપન કર્યું હતું.  તેને ગંભીર હાલતમાં ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું.  મોત બાદ સિહોરમાં પણ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો

 

સિહોર શહેરના એકતા સોસાયટીમાં રહેતા અને સિહોરની હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં અગાઉ કામ કરતા દલિત ગીરીશભાઈ જીવરાજભાઈ બારૈયા (ઉં.વ.40) રવિવારે 5.30 વાગ્યાની આસપાસ પોલીસ મથકની સીડી પાસે એકાએક થેલીમાંથી કેરોસીન બહાર કાઢી જાતે શરીર પર છાંટી દિવાસળી ચાંપી દેતા તે ભડભડ સળગવા લાગ્યો હતો. ફરજ પરના પોલીસ કર્મીઓએ દોડી જઈ આગને બુજાવી તેને ગંભીર હાલતે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ આજે વહેલી સવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 

 

બુટલેગર અને લુખ્ખાગીરી કરતો શખ્સ ધમકી આપતો

 

આ યુવકને સિહોર પંથકનો વિદેશી દારૂનો મોટો બુટલેગર અને ધાકધમકી આપી લુખ્ખાગીરી કરતો શખ્સ જયેશ ભાણજીએ પોલીસનો બાતમીદાર હોવાનું જણાવી ધાકધમકી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું. સિહોરમાં તાજેતરમાં બે દિવસ પૂર્વે એકતા સોસાયટીમાંથી ભુગર્ભમાં બનાવેલ ટાંકામાંથી મળી આવેલ વિદેશીદારૂના મોટા જથ્થા અંગે તથા અગાઉ પણ આ વિસ્તારમાંથી મળી આવેલા મસમોટા જથ્થામાંની બાતમી ભોગ બનેલ યુવકે આપી હોવાની શંકાના કારણે આ બુટલેગરે તેમને ધમકી આપી હોવાનું તથા પોતાની વાત કોઈ સાંભળતું નહીં હોવાથી તેણે આ પગલુ ભર્યું હોવાનું ભોગગ્રસ્ત યુવકે સિહોર પોલીસને જણાવ્યું હતું.

 

ધમકી આપનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ 

 

બનાવની ગંભીરતા જોઈ જિલ્લા પોલીસ અધિક્ષક પી.એમ.માલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ભાવનગર સર ટી. હોસ્પિટલ દોડી ગયા હતા અને વિગતો પ્રાપ્ત કરી હતી જ્યારે આ બનાવથી દલિત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને મોટા પ્રમાણમાં લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા છે. ગિરિશને ધમકી આપનાર શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.

 

રાજકોટમાં મહિલાની કટકા કરાયેલી લાશ મળી, ખોપડી, વાળ, હાથ-પગના હાડકા અલગ અલગ જગ્યાએથી મળ્યા