રાજકોટ: લગ્નપ્રસંગની ઉજવણીમાં ફાયરિંગ કરવાનો શરુ થયેલો ટ્રેન્ડ કેવી ગંભીર સ્થિતિ નિર્માણ કરી શકે તેવી અગાઉ અનેક ઘટનાઓ બની છે ત્યારે શનિવારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં લગ્નપ્રસંગમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી રહ્યાનું દર્શાતું હતું. ફાયરિંગ કરનાર શખ્સ સાગર ઝરિયા હોવાનું ફલિત થયું હતું. જો કે ભડાકા ક્યા અને ક્યારે થયા હતા તે સ્પષ્ટ થતું નહોતું. પોલીસે સાગર સામે ગુનો નોંધ્યો હતો.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. લગ્નના વરઘોડાના આ વીડિયોમાં રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ થતું જોવા મળે છે. ઓડી કારમાં વર-વધુ બેસેલા છે. જ્યારે ડ્રાઈવર ઓડી ચલાવવાની સાથે સાથે કાયદાના કોઈ ડર વિના હવામાં ફાયરિંગ કરતો જોવા મળે છે. રાજકોટ પાસિંગની ઓડીના નંબર GJ03 JR4714 છે. લગ્નના ફુલેકામાં ફાયરિંગ કરનારા આ શખ્સનું નામ સાગર ઝરિયા છે. સાગર રાજકોટના સહકાર મેઈન રોડ પર રહે છે. માત્ર એટલું જ નહીં, જે ઓડી કારમાંથી તે ફાયરિંગ કરી રહ્યો હતો, તે કાર પણ તેમની પોતાની છે.
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.