રાજકોટમાં મહિલાની કટકા કરાયેલી લાશ મળી, ખોપડી, વાળ, હાથ-પગના હાડકા અલગ અલગ જગ્યાએથી મળ્યા

પોલીસ દ્વારા આ અવશેષોની ઝીણવટભરી તપાસ કરવા માટે FSLની મદદ માગવામાં આવી

DivyaBhaskar.com | Updated - Sep 17, 2018, 12:40 AM
કાલાવડ રોડ પરથી માનવ કંકાલ મળ્યું
કાલાવડ રોડ પરથી માનવ કંકાલ મળ્યું

રાજકોટ: રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર હરિપર ગામની સીમમાં ‌અવાવરું સ્થળેથી યુવતીની જનાવરોએ ફાડી ખાધેલી લાશના ખોપરી સહિતના કંકાલ અડધો કિલોમીટર વિસ્તારમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. અંદાજે 25 થી 30 વર્ષની વયની યુવતીની હત્યા થયાની શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


મહિલા પીએસઆઇ ગઢવીએ જણાવ્યું હતું કે, ખોપરી, કમરથી નીચેના ભાગ થાપાના હાડકાં, જડબું અને હાથના હાડકાં મળી આવ્યા હતા. સ્થળ નજીકથી સાડી, બ્લાઉઝ, ચણિયો, માથાના વાળ, પેન્ડલ, સેન્ડલ અને સાંકળા મળી આવ્યા હતા. અંદાજે 25 થી 30 વર્ષની વયની યુવતીની હત્યા કરી લાશ સ્થળ પર ફેંકી દેવાયાની શંકા સેવાઇ રહી છે. 15 થી 17 દિવસ પૂર્વે યુવતીનું મોત થયું હોય લાશ કોહવાઇ જતાં તેની દુર્ગંધથી શ્વાન સહિતના જનાવરોએ લાશ ફાડી ખાધી હતી અને કંકાલ હાથ આવ્યા હતા. ફોરેન્સિક નિષ્ણાતો કંકાલનું પોસ્ટમોર્ટમ કરશે ત્યારબાદ જ યુવતીના મોતનું સાચું કારણ બહાર આવશે. શ્રમિક પરિવારની લાગતી યુવતીની હત્યા થયાની દૃઢ શંકા સેવાઇ રહી છે અને પોલીસે વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી હતી.

ફકીર બનીને પોલીસ ધૂસી ઘરમાં, 350 કિલો ગાંજા સાથે બે મહિલાઓ પકડાઈ

પોલીસનું પ્રાથમિક અનુમાન, થાપાનું હાડકું મળ્યું ત્યાં હત્યા થઇ અથવા લાશ ફેંકાઇ હોવાનું તારણ

માનવ કંકાલ મળ્યાની ઘટનાની જાણ થતાં એફએસએલ અધિકારી વ્યાસ સ્થળ પર દોડી ગયા હતા. ફોરેન્સિક નિષ્ણાત વ્યાસે જણાવ્યું હતું કે, સ્થળ પરથી થાપાનું હાડકું, પગ, હાથ અને ખોપરી મળ્યા હતા. થાપાનું હાડકું મળ્યું તે સ્થળે યુવતીનું મૃત્યુ થયું હોય અથવા ત્યાં લાશ ફેંકવામાં આવી હોય તે બાબત સ્પષ્ટપણે લાગી રહ્યું છે. થાપાના હાડકાંથી 50-60 ફૂટ દૂર ખોપરી પડી હતી તો અન્ય કંકાલો જુદા-જુદા સ્થળેથી મળ્યા હતા. શ્વાન સહિતના જનાવરોએ લાશને ફાડી ખાધાનું પણ સ્પષ્ટ તારણ તેમણે રજૂ કર્યું હતું. ઘટનાસ્થળ નજીકથી કોઇ ઝેરી પદાર્થ કે તેને લગતી કોઇ વસ્તુ મળી નહીં હોવાથી યુવતીની હત્યા થયાની તેમણે પણ શંકા વ્યક્ત કરી હતી.

અવધથી હરિપરની સીમનો 2 કિલોમીટરનો વિસ્તાર પ્રેમીપંખીડાં માટે મોકળું મેદાન

કાલાવડ રોડ પર અવધ બંગલોથી લઇ હરિપરની સીમ સુધીનો 2 કિલોમીટરનો સરાઉન્ડિંગ અેરિયા સાંજ પડે એટલે ગોરખધંધા માટે કુખ્યાત છે. સાંજના સાત વાગ્યા બાદ પ્રેમીપંખીડાંઓ આ વિસ્તારમાં બેરોકટોક આંટાફેરા કરતા જોવા મળે છે અને અગાઉ પ્રેમીયુગલોને લૂંટી લેવાની ઘટના તેમજ પ્રેમીની નજર સામે પ્રેમિકાની છેડતી જેવા બનાવો બન્યા છે. આ વિસ્તારમાં રાત્રે નબીરાઓ દારૂ, ચરસ અને ગાંજાની પાર્ટીઓ જાહેરમાં કરે છે. પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર હોવાથી આ સ્થળ ગોરખધંધા કરનારાઓ માટે મોકળું મેદાન બન્યું છે.

સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે : એસપી મીણા

રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, યુવતીના કંકાલો મળ્યા છે. યુવતીનું મોત 15 થી 17 દિવસ પૂર્વે થયાનું એફએસએલ અધિકારીએ જણાવ્યું છે. શ્રમિક પરિવારની યુવતીની હત્યા થઇ છે કે કેમ તે બાબત પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થઇ જશે. ઘટનાસ્થળને જોડતા રસ્તાઓના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે અને ફૂટેજ પરથી કોઇ કડી મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....

તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ.

મહિલાનો દુપટ્ટો
મહિલાનો દુપટ્ટો
ઘટનાસ્થળેથી મહિલાના માથાના વાળ મળી આવ્યા
ઘટનાસ્થળેથી મહિલાના માથાના વાળ મળી આવ્યા
X
કાલાવડ રોડ પરથી માનવ કંકાલ મળ્યુંકાલાવડ રોડ પરથી માનવ કંકાલ મળ્યું
મહિલાનો દુપટ્ટોમહિલાનો દુપટ્ટો
ઘટનાસ્થળેથી મહિલાના માથાના વાળ મળી આવ્યાઘટનાસ્થળેથી મહિલાના માથાના વાળ મળી આવ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App