રાજકોટ/મનપા કર્મીનું ATM કાર્ડ પડાવી કામવાળીએ 9.27 લાખ ઉપાડી લીધા, ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે મહિલા સહિત બેની ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે મહિલા સહિત બેની ધરપકડ કરી

*દર વખતે પૈસા ઉપાડ્યા બાદ કાર્ડ નિયત સ્થળ પર મૂકી દેતી 


રાજકોટ: શહેરની મહાનગરપાલિકામાં ફરજ બજાવતા પ્રૌઢનું એટીએમ કાર્ડ ઘરમાંથી જ તેની કામવાળીએ તફડાવી રૂ.9,27,926 બારોબાર ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી. પોલીસે મહિલા સહિત બેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

મનપાના કર્મચારીએ બી. ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

 

રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં બિપીનભાઇ જગુભાઇ પરમારે (ઉ.વ.58) બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બિપીનભાઇ પરમાર આરટીઓ પાછળ ન્યૂ ફાયરબ્રિગેડ સોસાયટીમાં રહે છે અને મનપામાં ડ્રાઇ‌વર તરીકે ફરજ બજાવે છે. બિપીનભાઇના બેંક એકાઉન્ટમાંથી કેટલાક સમયથી રકમ ઉપડી જતી હતી. બિપીનભાઇની ધ્યાન બહાર બારોબાર એટીએમથી નાણાં ઉઠાવી લેવાતા હતા અને ટૂંકા ગાળામાં એટીએમથી રૂ.9,27,926 ઉપાડી લીધા હતા. 

 

એટીએમ જે કવરમાં હતું તે કવર પર પિન નંબર લખ્યો હતો

 

પોલીસે આ અંગે તપાસ કરતાં બિપીનભાઇ પરમારના ઘરે ઘરકામે આવતી મહિલા નિલમ લલિતભાઇ ચાવડા ઘરકામ દરમિયાન બિપીનભાઇનું એટીએમ શોધી લીધું હતું અને એટીએમ જે કવરમાં હતું તે કવર પર પિન નંબર પણ લખેલા હતા. મહિલાએ એટીએમ કાર્ડ તફડાવી તેના સાથીદાર જતીન લાલજીભાઇ રાખોલીયા સાથે મળી અનેક વખત એટીએમ સેન્ટરે જઇ લાખો રૂપિયા ઉપાડી લીધા હતા. એટીએમમાંથી નાણાં ઉપાડ્યા બાદ ફરીથી એટીએમ કાર્ડ નિયત સ્થળે મૂકી દેતી જેથી કોઇને શંકા જતી નહોતી. પોલીસે બન્નેની ધરપકડ કરી છે.