• Gujarati News
  • National
  • રાજકોટ: CMના ઘરે ધરણા કરે તે પહેલા જ મહિલાની અટકાયત, ઘરેલું હિંસાથી છે પરેશાન Woman Arrested At Rajkot CM House By Police

રાજકોટ: ઘરેલું હિંસા પીડિત મહિલા CMના ઘરે જાય તે પહેલા અટકાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ શહેરના છે, રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલું તેનું ઘર ન્યાય માંગવા કેન્દ્ર સ્થાને બનતું જાય છે. સીએમ રાજકોટમાં હોય કે ન હોય પરંતુ કોઇ ન્યાય માંગવા તેના બંધ ઘરમાં પહોંચી જાય છે અને પોલીસ તેની અટકાયત કરી લેતી હોય છે. આજે પણ એક મહિલા સીએમના ઘરે ધરણા કરવા નીકળી હતી પરંતુ પોલીસને જાણ થતા તેને રસ્તા વચ્ચેથી ઝડપી અટકાયત કરી લીધી હતી. ઘરેલુ હિંસાથી પડિત મહિલાએ કહ્યું હતું કે, મે ત્રણ મહિના પહેલા મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે ન્યાય નથી મળતો.

 

બે દિવસ પહેલા આત્મવિલોપનનો થયો હતો પ્રયાસ

 

રાજકોટ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બે દિવસ પહેલા જ ન્યાય માટે મહિલા સહિત ચાર લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને ઝડપી જેલ હવાલે કર્યા હતા. આજે ફરી જાગૃતિબેન નામની મહિલાએ ઘરેલું હિંસાથી ન્યાય માટે રસ્તા વચ્ચે ચાલી સીએમના ઘરે જવા નિકળી હતી પરંતુ પોલીસ અને મીડિયા પહોંચતા જ તેની અટકાયત કરી લેવામાં આવી છે. જાગૃતિબેને કહ્યું હતું કે, ત્રણ મહિના પહેલા સાસરિયા વિરુધ્ધ ફરિયાદ કરી છે, ત્રણ દિવસ પહેલા સીપી સાહેબને મળી હતી, મારા કરિયાવારની ચીજવસ્તુ ત્યાં પડી છે જે મને પરત મળી નથી. તે માટે મને ન્યાય જોઇએ છે માટે સીએમના ઘર બહાર ધરણા કરવાના હતા.

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......