રાજકોટના જે.કે. ચોકમાં સફેદ ઉંદરો કરે છે ગણપતિબાપાની પ્રદક્ષિણા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણપતિબાપાની મૂર્તિ પર સફેદ ઉંદરો - Divya Bhaskar
ગણપતિબાપાની મૂર્તિ પર સફેદ ઉંદરો

રાજકોટ: શહેરના યુનિવર્સિટી રોડ ઉપર જે.કે.ચોકમાં ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે. જ્યાં ઉંદરો ગણપતિદાદાની મૂર્તિની પ્રદક્ષિણા કરતા જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત સફેદ ઉંદરો ગણપતિની પ્રતિમા ફરતે મૂકવાનો પ્રયોગ શિવશક્તિ યુવા ગ્રૂપ દ્વારા કરાયો છે.  


સફેદ ઉંદરો ગણપતિબાપાની મૂર્તિ પર આંટા મારે છે

 

જ.કે. ચોકમાં આવેલા ગણપતિબાપાની મૂર્તિ પર સફેદ ઉંદરો આંટા મારે છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સફેદ ઉંદરોને જોવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. રોજ અહીં સવાર-સાંજ બાપાની આરતી થાય છે.

 

ગુજરાતી સંગીતને ધબકતું રાખતા ત્રણ ગુજ્જુ, ગાથા પોટાએ CAનો અભ્યાસ પણ છોડ્યો

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...

તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ.