તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાથી રોડ માર્ગે વેસ્ટ ઇન્ડિઝની ટીમ આવી પહોંચી રાજકોટ, ચાહકો જોવા ઉમટ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્ટ ઇન્ડિઝની ટીમનું રાજકોટમાં આગમન - Divya Bhaskar
વેસ્ટ ઇન્ડિઝની ટીમનું રાજકોટમાં આગમન

રાજકોટ: રાજકોટમાં આગામી 4 ઓક્ટોબરથી વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાનાર છે. ત્યારે સોમવારથી નવ દિવસ શહેરમાં ક્રિકેટ ફિવર છવાઇ જશે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ વડોદરાથી રોડ માર્ગે બસમાં રાજકોટ આવી પહોંચી છે. ઇમ્પિરિયલ હોટલ ખાતે વેસ્ટ ઇન્ડિઝ ટીમ રોકાઇ છે. હોટલ ખાતે બસ આવતા જ ચાહકો ઉમટી પડ્યા હતા.

 

ટીમ ઇન્ડિયા સાંજે 8 વાગ્યાની ફ્લાઇટમાં રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચશે

 

ટીમ ઇન્ડિયાનું રોકાણ ફોર્ચ્યુન હોટેલમાં રાખવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયા 8 વાગ્યાની ફ્લાઇટમાં રાજકોટ એરપોર્ટ પર આવશે. શહેરમાં આઠ દિવસ રહેનાર બંને ટીમના ખેલાડીઓને કોઇ અગવડતા ન પડે તે માટે બંને હોટેલ મેનેજમેન્ટ દ્વારા તમામ તૈયારીઓ કરી લીધી છે. વેસ્ટ ઇન્ડિઝ સામેના ટેસ્ટ મેચમાં લોકલ બોય ચેતેશ્વર અને રવીન્દ્રનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો હોય બંનેની રમત નિહાળવા ક્રિકેટ રસિકો રોમાંચિત બન્યા છે. બંને ટીમના ખેલાડીઓ સોમવારે આરામ કર્યા બાદ મંગળ અને બુધવારે ખંઢેરી સ્ટેડિયમ પર નેટ પ્રેક્ટિસ કરશે. મેચ પહેલા કે મેચ બાદ બન્ને ટીમો ગાંધી મ્યુઝિયમની મુલાકાત લે તેવી શક્યતા છે. SCAએ દ્વારા બન્ને ટીમને ગાંધી મ્યુઝિયમ નિહાળવા માટેનું આમંત્રણ અપાયું છે. પરંતુ બન્ને ટીમોની મેનેજમેન્ટ ટીમ નક્કી કરશે. 

 

ટીમ ઇન્ડિયા સ્કવોડ


વિરાટ કોહલી, કેએલ રાહુલ, પૃથ્વી શો, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિચંદ્ર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમદ સમી, ઉમેશ યાદવ, મોહમદ સિરાજ, શાર્દુલ ઠાકુર

 

વેસ્ટ ઇન્ડીઝ સ્કવોડ

 

જસોન હોલ્ડર, ક્રેગ બ્રેથવેઇટ, કિરન પોવેલ, શિમરોન હેતમયેર, શેનોન ગાબ્રિઅલ, શેન ડોવરિચ, રોસ્ટન ચેસ, જોમેલ વારિકન, શાહી હોપે, દેવેન્દ્ર બિસ્સો, શેરમોન લૂઇસ, સુનિલ એબ્રિસ, જાહમર હેમિલ્ટન, કેમર રોચ અને કિમો પોલ

 

રાજકોટની બાન લેબની સેસા બ્રાન્ડ 1600 કરોડથી વધુમાં વેચાઇ હોવાની ચર્ચા