તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં વોર્ડ 18ના કોંગી મહિલા કોર્પોરેટરને ગેરલાયક ઠેરવાયા, ચૂંટણી પંચને કરી જાણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.18ના કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા સતત 3 માસ દરમિયાન કોર્પોરેશનની બેઠકમાં ગેરહાજર રહેતા તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. તેઓ સભાસદ તરીકે ચાલુ રહેવા અસમર્થ હોવાથી વોર્ડ નં.18ની આ સામાન્ય સ્ત્રી અનામત કક્ષાની બેઠક ખાલી પડતી હોવા અંગે મ્યુનિ. સેક્રેટરીએ મ્યુનિ. કમિશનરને જાણ કરતા આ અંગે ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને જાણ કરવામાં આવી હોવાનું મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

 

પેટા ચૂંટણી આવશે

 

કમિશનર બંછાનિધી પાનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં.18ના કોર્પોરેટર ધમિર્ષ્ઠાબા જાડેજા સતત 3 માસ દરમિયાન કોર્પોરેશનની બેઠકમાં ગેરહાજર રહેતા જી.પી.એમ.સી. એક્ટ, 1949ની કલમ-11 મુજબ કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાનુ સભાસદ મટી જાય છે, જી.પી.એમ.સી. એક્ટ,1949ની કલમ-11(1) મુજબ કોર્પોરેટરની જગ્યા જે તારીખથી ખાલી પડી હોય તે તારીખથી 3 જરૂરી બનતી હોય આ સંદર્ભમાં ચૂંટણી પંચ અને રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને જાણ કરવામાં આવી છે. આ બેઠક તા. 13-8-2018થી ખાલી પડેલ છે તેવું પણ ચૂંટણી પંચને જણાવ્યું છે.

 

રાજકોટમા બારદાન બળ્યા તેમાં યાર્ડના પ્લેટફોર્મને 2.50 Crનું નુકસાન થયું'તું, યાર્ડની ગુજકોટને નોટિસ