Home » Saurashtra » Latest News » Rajkot City » vijay rupani says will be create 100 core cost court in rajkot

રાજકોટમાં 100 કરોડના ખર્ચે ન્યાયમંદિર બનાવવામાં આવશે: વિજય રૂપાણી

Divyabhaskar.com | Updated - Aug 12, 2018, 02:36 AM

ગોંડલમાં રૂપિયા 40 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત ન્યાયમંદિરનું લોકાર્પણ, 15 કોર્ટનો સમાવેશ થશે

  • vijay rupani says will be create 100 core cost court in rajkot
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ગોંડલ: ગોંડલના ગુંદાળા ગ્રાઉન્ડ ખાતે નવનિર્માણ પામેલા ન્યાયમંદિરનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડી, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પરેશ ઉપાધ્યાય તેમજ રાજ્યના કાનૂન મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ રાજકોટમાં રૂપિયા સો કરોડના ખર્ચે ન્યાયમંદિર બનાવવાની જાહેરાત કરી હતી.સ્વાગત પ્રવચન રાજકોટ ડિસ્ટ્રિક્ટ જજ ગીતા ગોપી દ્વારા કરાયું હતું, તેમજ ગોંડલ સ્ટેટની શાનસમી આંટીવાળી પાઘડી મહાનુભાવોને પહેરાવામાં આવી હતી.

    જમીન સંપાદન વળતર કેસના ચેક થાણાગાલોલ માધવજીભાઈ ભરાડ, અકસ્માત વળતરના ચેક નાના ઉમવાડાના રાજદીપસિંહ જાડેજા તેમજ કૈલાશભાઈ કોશિયાને આપવામાં આવ્યા હતા. આ તકે માધવજીભાઈ સ્ટેજ ઉપર આવી શકે તેમ ન હોય તેઓને નીચે ઉતરીને મહાનુભાવોએ ચેક અર્પણ કર્યો હતો. કાર્યક્રમ બાદ આભારવિધિ બાર એસોસિએશન પ્રમુખ જે.બી કાલરિયા દ્વારા કરવામાં આવી હતી. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 248 કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને પેન્ડિંગ કેસનું રિડક્શન થાય તેવા કાર્યો હાથ ધરાયા છે .

    ગોંડલના રાજવીકાળને યાદ કરાયો

    ચીફ જસ્ટિસ આર સુભાષ રેડી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગોંડલમાં રાજવી કાળથી જ ન્યાયપ્રણાલી અમલમાં હતી. આવા સમયે મહારાજા ભગવતસિંહજીને કેમ ભૂલી શકાય. વર્તમાન સમયમાં સરકાર અને કાનૂન વિભાગ સંયુક્ત ક્રમે ન્યાયપાલિકાને લગતા ઘણા કામો કરી રહ્યા છે. પેન્ડિંગ કેસોના નિકાલ પરથી તેનું પરિણામ જોવા મળી રહ્યું છે.

    તાલુકા લેવલે દરેક જગ્યાએ ન્યાયમંદિર સ્થપાઇ તેવા પ્રયત્નો

    મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ગોંડલમાં ભવ્ય મંદિરનું નિર્માણ થવા પામ્યું છે. આવી જ રીતે રાજ્યમાં તાલુકા લેવલે દરેક જગ્યાએ ન્યાયમંદિર સ્થપાઇ તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. આગામી દિવસોમાં રાજકોટના જામનગર રોડ ખાતે 100 કરોડના ખર્ચે ન્યાયમંદિરનું નિર્માણ થવા જનાર છે. હાલમાં જ સૂચન મળ્યું છે કે ગાંધીનગરમાં પણ એક કોર્ટ સંકુલની જરૂર છે તો સરકાર તે દિશામાં પણ પ્રયત્નો હાથ ધરનાર છે.

    રાજકોટમાં PIની બદલી રોકવા આહીર સમાજના લોકોએ કોઠારિયા હાઇવે કર્યો ચક્કાજામ

    વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.............

    માહિતી અને તસવીરો: હિમાંશુ પુરોહિત, ગોંડલ.

  • vijay rupani says will be create 100 core cost court in rajkot
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • vijay rupani says will be create 100 core cost court in rajkot
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ