Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » vijay rupani says I am chief minister and I can not delete anyone

હું મુખ્યમંત્રી છું અને રહેવાનો છું, મને કોઇ હટાવી શકશે નહીં: રૂપાણી

Divyabhaskar.com | Updated - Jul 16, 2018, 01:19 PM

રાજકોટમાં વિજય રૂપાણીની હાજરીમાં 75 સંત-સતીજીઓએ સમૂહ ચાતુર્માસમાં મંગલ પ્રવેશ કર્યો

  • રાજકોટમાં મુખ્યમંત્રીએ કહ્યું હું સીએમ છું અને રહેવાનો છું

    રાજકોટ: રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી.એમ.પૌષધશાળા, ઓમાનવાળા ઉપાશ્રયનાં આંગણે સુશાંતમુનિ મહારાજ, નમ્રમુનિ મહારાજના સાંનિધ્યમાં આજે રવિવારે 75 સંત-સતીજીઓએ સમૂહ ચાતુર્માસમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ અંતર્ગત શહેરના માર્ગો પર શોભાયાત્રા નીકળી. સમૂહ ચાતુર્માસના મંગલ પ્રવેશ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જય વિજય મહાસતીજીની સ્મૃતિરૂપ સાધર્મિક હેલ્પ પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે સીએમએ જણાવ્યું હતું કે, હું મુખ્યમંત્રી છું અને રહેવાનો છું, મને કોઇ હટાવી શકે તેમ નથી. સીએમ એટલે કોમન મેન સાથે સરખામણી ગણાવી કટાક્ષમાં વાત કરી હતી. પીએમ સામે અનેક વખત કપરાં પડાવ આવ્યા પરંતુ વિરોધીઓ વિરોધ કરતા હતા. પરંતુ બે વર્ષથી જે રીતે સંતો-મહંતોના આશીર્વાદ મળતા રહે છે તે પછી કોની બીક?

    75 સંત-સતીજીઓની શહેરમાં નીકળી શોભાયાત્રા

    75 સંત-સતીજીઓના મંગલપ્રવેશને વધાવવા માટે હજારો ભાવિકો, સંઘ-સભ્યો, જૈન-જૈનેતર સમાજના અગ્રણીઓ, રાજકોટના સમસ્ત મહિલા મંડળના 108 કળશધારી બહેનો, તરણેતર રાસમંડળી, રાજસ્થાની ઢોલ,આદિવાસી નૃત્યકારો, રાસલીલાના કલાકારો, લુક એન લર્નનાં બાળકોની શાસન પરેડ, શ્રી વિઝન ગ્રૂપના બહેનોનો રાસ આવા અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યક્રમોથી શોભતી શોભાયાત્રા શ્રેષ્ઠીવર્ય નટવરલાલ હરજીવન શેઠ, વિસાવદરવાળાના નિવાસસ્થાન ઠાકોરદ્વાર અપાર્ટમેન્ટ, પર્ણકુટિ સોસાયટીથી સવારે 7:30 વાગે પ્રારંભ થઇ હતી અને પોણા નવ વાગ્યે ધર્મસભામાં પરિવર્તીત થઇ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા.

    રાહુલ ગાંધીના નિવેદન પર CMએ કહ્યું, કોંગ્રેસ દેશમાં જાતિવાદની રાજનીતિ કરી રહી છે

    વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.............

  • vijay rupani says I am chief minister and I can not delete anyone
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    75 સંતો-સતીજીઓએ ચાતુર્માસમાં મંગલ પ્રવેશ કર્યો
  • vijay rupani says I am chief minister and I can not delete anyone
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
  • vijay rupani says I am chief minister and I can not delete anyone
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    નમ્રમુનિના સાંનિધ્યમાં કાર્યક્રમ યોજાયો
  • vijay rupani says I am chief minister and I can not delete anyone
    કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટ્યા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending