લોકસભા / જૂનાગઢ બેઠક બચાવવા મોદી, શાહ પછી રૂપાણી મેદાનમાં, કોંગ્રેસે હાર્દિકને ઉતાર્યો

DivyaBhaskar.com

Apr 16, 2019, 02:46 PM IST
ઉનામાં સીએમની સભા
ઉનામાં સીએમની સભા

 • એક દિવસમાં જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં રૂપાણીની 5 સભા
 • હાર્દિક પટેલની કેશોદ, ઉપલેટા, ભાયાવદર અને ધોરાજીમાં સભા
   


રાજકોટ: જૂનાગઢ બેઠક હાથમાંથી સરકી રહી હોવાનો ભય જાણે ભાજપમાં હોય તેમ એક પછી એક ભાજપના દિગ્ગજોને ઉતારી રહી છે. મોદી, અમિત શાહ બાદ વિજય રૂપાણી આજે જૂનાગઢ બેઠકના ઉમેદવારને જીતાડવા મેદાને ઉતર્યા છે. રૂપાણીની આજે એક જ દિવસમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પાંચ સભા છે. જ્યારે કોંગ્રેસે સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને મેદાને ઉતાર્યો છે. હાર્દિકની કેશોદ, ઉપલેટા, ભાયાવદર અને ધોરાજીમાં છે.

ઉનાની સભામાં રૂપાણીનું સંબોધન

- મુસ્લિમ સમાજને સંબોધતા સીએમ બોલ્યા ભાજપ સર્વ ધર્મ સમભાવ અને સૌનો સાથ સૌનો વિકાસ મા માને છે
- મુસ્લિમ સમાજનો કોંગ્રેસે વિકાસ થવા દીધો નથી. તૃષ્ટીકરણની રાજનીતિ કરી છે
- એક તરફ આતંકીઓનો સફાયો કરનારા લોકો છે તો બીજી તરફ આતંકીઓને બીરિયાની ખવરાવવાવાળા છે
- કોંગ્રેસને કહ્યું તમે ત્રાસવાદ સામે લડવાની ક્યારેય હિંમત દાખવી નથી, આંતકવાદીઓ સામે કોગ્રેસે ક્યાં પગલાં લીધા હતા
- કોંગ્રેસની 10 વર્ષ સરકાર હતી ત્યારે મુંબઈની તાજ હોટેલ ઉપર હુમલો થયેલો

- અફઝલની શોક સભામાં રાહુલ કેમ ગયા અને ત્યાં જ્યારે અફઝલ તેરે કાતિલ જિંદા હૈ ત્યારે કેમ રાહુલ કંઈ ના બોલ્યા

રૂપાણી અને હાર્દિકની સભાઓ

સીએમની પહેલી સભા ઉનાના રાવડાવાડી મેદાનમાં, બીજી સભા સુત્રાપાડાના વિવેકાનંદ વિનય મંદિર ખાતે, ત્રીજી સભા માળિયાહાટીનાના કરીમ બાગમાં, ચોથી સભા જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં અને પાંચમી સભા ભેસાણના વિનય મંદિરમાં છે. જ્યારે હાર્દિકની કેશોદમાં વ્રજવાડી પાર્ટી પ્લોટમાં, ઉપલેટાના બાવલા ચોકમાં, ભાયાવદરની પટેસ સમાજની વાડીમાં અને ધોરાજી સાસ્કૃતિક ભવનમાં સભા છે.

(જયેશ ગોંધિયા, ઉના)

X
ઉનામાં સીએમની સભાઉનામાં સીએમની સભા
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી