તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉતરકાશી અકસ્માત મૃત્યુ પામેલા 8 રાજકોટવાસીઓના પાર્થિવ દેહ એરક્રાફ્ટ મારફતે હમણાં જ એરપોર્ટ પહોંચશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટઃ ઉતરકાશી અકસ્માતમાં મૃત્યુ પામેલા 8 રાજકોટવાસીઓના પાર્થિવ દેહ રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે.  રાજકોટથી ચારધામની યાત્રાએ નીકળેલા યાત્રિકોની બસ શુક્રવારે સાંજે ગંગોત્રી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની મિનિબસ ઉત્તરાખંડના ભીરવાડીથી 10 કિ.મી.દૂર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. ગોઝારા અકસ્માતમાં રાજકોટના 8 વ્યક્તિ સહિત 10નાં મોત નિપજ્યા હતા અને ચારને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. યાત્રાએ ગયેલા સ્વજનોનાના મોતના સમાચાર મળતાં રાજકોટ પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. આજે વડોદરાથી ખાસ એરફોર્સના ચોપરને દેહરાદૂન મૃતદેહ લેવા મોકલાયું હતું. મૃતદેહોને લઇ ચોપર રાજકોટ એરપોર્ટ પર આવ્યું ત્યારે પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આ સમયે એરપોર્ટ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. 

 

સવારે 7:30થી 8 વાગ્યા વચ્ચે રામનાથપરા સ્મશાન ખાતે  અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 1 મૃતદેહને અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે મોડી સાંજે લઇ શકે છે મૃતકના પરિવારજનોની મુલાકાત

 

મૃતકોની યાદી

 

1, હેમરાજભાઇ બેચરભાઇ રામપરીયા (ઉ.વ.55) જાગનાથ સોસાયટી-રાજકોટ

2, મનગભાઇ શામજીભાઇ સાપરીયા (ઉ.વ.62) વિવેકાનંદ સોસાયટી-રાજકોટ

3, ભગવાનજીભાઇ ભવાનભાઇ રાઠોડ (ઉ.વ.50) રામેશ્વર સોસાયટી-રાજકોટ

4, ચંદુભાઇ તુલશીભાઇ ટાંક (ઉ.વ.62) રામેશ્વર સોસાયટી-રાજકોટ

5, ભાનુબેન દેવજીભાઇ ટાંક (ઉ.વ.55) ગાયત્રીનગર-રાજકોટ

6, દેવજીભાઇ હિરજીભાઇ ટાંક (ઉ.વ.62) ગાયત્રીનગર-રાજકોટ

7, ગોદાવરીબેન ભગવાનજીભાઇ રાઠોડ (ઉ.વ.60) રામેશ્વર સોસાયટી-રાજકોટ

8. કંચનબેન હેમરાજભાઇ રામપરીયા જાગનાથ સોસાયટી-રાજકોટ

અન્ય સમાચારો પણ છે...