રાજકોટ: રાજકોટ-અમદાવાદ હાઇવે પર બેટી ગામના પુલ પર રવિવારે સાંજે 5.30 વાગ્યે યુટિલિટીના ચાલક પરમાભાઇ જાદવે આગળ જઇ રહેલી ટ્રકને ઓવરટેઇક કરવા કારની સ્પીડ વધારી હતી અને ટ્રકથી સહેજ જ કાર આગળ ગઇ હતી ત્યાં આગળ જઇ રહેલી કારના ચાલકે કાર સાઇડ પર લેતાં જ યુટિલિટીના ચાલક પરમાભાઇએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પુલ પરથી 50 ફૂટ નીચે ખાબકી હતી. પુલ પરથી ખાબકેલી કારનો કડૂસલો બોલી ગયો હતો અને તેમાં બેઠેલા 19 લોકોની હાલત કફોડી બની હતી.
બેટી પાસે પુલ પરથી યુટિલિટી 50 ફૂટ નીચે ખાબકી
પાંચ 108 અને બે ખાનગી વાહનો મારફત 18 લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે યુટિલિટીના ચાલક સીપુરના પરમભાઇ હેમાભાઇ જાદવ (ઉ.વ.46)નું સ્થળ પર મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં ખસેડાયેલા પૈકી પાટડીના સુશિયા ગામના મધુબેન નથુભાઇ સોલંકી (ઉ.વ.45), તેમના પતિ નથુભાઇ ડાયાભાઇ સોલંકી (ઉ.વ.55) અને મુજપુર ગામના જેઠીબેન મહાદેવભાઇ (ઉ.વ.55)ના સારવારમાં મોત નીપજ્યાં હતા.
15 લોકો ગંભીર રીતે ઘાયલ
અકસ્માતમાં ઘવાયેલા હરિભાઇ રવાભાઇએ જણાવ્યું હતું કે, નાઇકાના હર્ષદભાઇ રાઠોડનો છ વર્ષનો પુત્ર કેવલ માંદો રહેતો હોય તેની સતાધારની અને રણજીભાઇ સોલંકીની સોમનાથની માનતા હતી માનતા પૂરી કરવા પાટડીના સુશિયા, સંખેશ્વર તાલુકાના તુવડ, સીપુર અને મુજપુર ગામે રહેતા કૌટુંબિક સભ્યો ગુરુવારે રાત્રે યાત્રાએ નીકળ્યા હતા અને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો.
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.