• Gujarati News
  • National
  • Upleta Is Six Inches, Bhayavadar Gets Five Inches Of Rain, The Farmers Suffer Losses

ઉપલેટા છ ઇંચ, ભાયાવદર પાંચ ઇંચ વરસાદ, ખેડૂતોને ભરે નુકશાની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉપલેટા: ઉપલેટા, ભાયાવદર શહેર સહિત તાલુકાના આજુબાજુનાં ગામડાઓમાં 4થી 11 ઇંચ વરસાદ વરસી ગયો હતો અને હજુ વરસાદ વરસવાનું ચાલુ જ છે. આ વરસાદ આવતાં ખેડૂતોમાં એક ખુશી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારના 10:30 કલાકે ઉપલેટા, ભાયાવદર પંથકના ગામડાઓમાં જોરદાર વરસાદની શરૂઆત થઈ હતી અને લગભગ 4:30 કલાક સુધીમાં આખા તાલુકામાં રોડ-રસ્તા અને ખેતરોમાં પાણી પાણી જોવા મળી રહ્યું હતું. તેમજ તાલુકાના લાઠ ગામને વરસાદે જળબંબાકાર કરી નાખ્યું હતું. ત્રણ કલાકમાં 11 ઇંચ વરસાદ પડયો હતો અને આ વરસાદનાં કારણે માલ ઢોર તેમજ ખેડુતોનાં ખેતરોમાં પાણી ભરાતા મોટું નુકશાન થયું છે. ભાયાવદરમાં ભારે વરસાદના કારણે મોજ ડેમમાં 2 ફુટ  જ્યારે વેણુ ડેમમાં 5 ફુટ જેટલો પાણીને વધારો થયો છે

 


લાઠ, ભિમોરામા 11 ઇંચ
ઉપલેટામાં 6 ઇંચ
ભાયાવદરમાં 5 ઇંચ
ખીરસરા, વડાળી, અરણી, મોટીપાનેલી, કોલકી, ખાખીજાળીયા, મોજીરા, ગઢાળામાં 4 ઇંચ
ચિત્રાવડ, સાજડીયાળી, સેવંત્રામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢમાં 3 અને લીલીયામાં 5 ઈંચ વરસાદઃ ગામમાં પાણી ઘૂસ્યા, પશુઓ તણાયા

 

તસવારો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

માહિતી, તસવીરો: રાજુ ખાંભલા, ઉપલેટા

 

અન્ય સમાચારો પણ છે...