• Gujarati News
  • National
  • રાજકોટ: ભરવાડ બંધુ પર છરીથી હુમલો, પેટના આતરડાં બહાર, ગંભીર Unknown Persons Try Murder Two Brother At Rajkot

રાજકોટ: ભરવાડ બંધુ પર છરીથી હુમલો, પેટના આતરડાં બહાર, ગંભીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: શહેરમાં ચોરી, લૂંટ, હત્યાના પ્રયાસ જેવા બનાવો સામાન્ય બની ગયા છે. બેફામ બનેલા લુખ્ખાઓ અને આવરા તત્વોને જાણે ખાખીનો ખૌફ ન હોય તેમ ધોળે દિવસે કોઇના પર છરીથી હુમલા કરી લે છે. છેલ્લા છ દિવસમા બે હત્યા થઇ છે ત્યારે ફરી કુખ્યાત આરોપીએ ભરવાડ બંધુ પર છરી હુલાવી હતી. એક વ્યકતિને તો પેટના આંતરડા બહાર આવી હતા જેની હાલત ગંભીર હોવાનુ તબીબો જણાવી રહ્યાં છે. નજીવી બાબતે ઝઘડો કર્યો હતો, પોતાનુ વાહન પાર્ક કરવા જેવા મુદ્દે જીવલેણ હુમલો થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

 

શહેરના મલાવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવલનગરની બનેલી ઘટનામાં બે સગાભાઈઓ પર કુખ્યાત શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. જેમાં લખન મેવાડા અને મારુતિ મેવાડા પર છરી વડે જીવલેણ હુમલો કરાયો હતો. બંને ભાઈઓને લોહીલુહાણ હાલતમાં  ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. માલવીયાનગર પોલીસે સંજય બોરીચા, કાનો રાજપૂત સહિત ગુનામાં સામેલ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

આગળની સ્લાઇડ્સ અગાઉ બોરીચાએ પ્રેસ ફોટોગ્રાફર પર છરી હુલાવી હતી.