ઉતરાયણ / રાજકોટમાં પતંગના દોરાથી બે યુવાન અને ગોંડલમાં ત્રણ વર્ષની બાળકીનું ગળું કપાયું

DivyaBhaskar.com | Updated - Jan 14, 2019, 05:21 PM
  X

  • બંને યુવાનો કાલાવડ રોડ પરથી પસાર થતા હતા

  રાજકોટ: ઉત્તરાયણના પર્વને લઇને શહેરભરમાં ઠેર ઠેર અગાશી પર લોકો પતંગ ચગાવવા સવારથી ચડી ગયા છે. કાપ્યો છેના શોર સાથે લોકો પર્વનો આનંદ ઉઠાવી રહ્યા છે. પરંતુ કાલાવડ રોડ પર બાઇક પર પસાર થતા રીબડાના મેહુલસિંહ જાડેજાને મછલીવડ ગામના ગિરિરાજસિંહ જાડેજાના ગળામાં પતંગનો દોરો ફસાતા ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ગોંડલના હડમતાળા ગામે ત્રણ વર્ષની બાળકીનું ગળું કપાયું હતું અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 

  બંને યુવાનો સિટી બસમાં નોકરી કરી છે

  1.

  દોરીથી ઘાયલ થયેલા બંને યુવાનો સિટી બસમા નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી નાના વાહન ચાલકોમાં ભય ફેલાયો છે. ત્યારે સરકારનો અનુરોધ છે કે ઉતરાયણના પર્વ દરમિયાન નાના વાહનચાલકોએ પોતાના રક્ષણ માટે હેલ્મેટ અથવા ગળાની રક્ષા થઈ શકે તેવા સલામતીના સાધનો સાથે નીકળવું જરૂરી છે. રાજકોટમાં પતંગના દોરાથી ઘવાયેલા  225 પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.

  સિંહોરમાં વૃદ્ધના ગળામાં દોરી ફસાતા લોહીલૂહાણ
  2.

  સિહોરના રાજકોટ રોડ પર આવેલા ફાટક પાસે વૃદ્ધના ગળામાં દોરી ફસાતા ધોરી નસ કપાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. વૃદ્ધને લોહીલુહાણ હાલતે સિહોરની હોસ્પિટલ ખસેડાયા છે. વૃદ્ધ રામધરી ગામના હોવાનું જાણવા મળે છે. રેલવે ફાટક નજીક તેઓના ગળામાં દોરી ફસાતા ગંભીર ઇજા પહોંચી છે, ચાઈનીઝ દોરી હોવાનું જાણકારોનું કહેવું છે.

  જૂનાગઢ જિલ્લામાં એક બાળકી અને બાળક પટકાયા, યુવાનને દોરી વાગી
  3.

  જૂનાગઢ જિલ્લામાં પતંગ ચગાવતી વખતે અકસ્માતના અલગ અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં કેશોદ જિલ્લાના જાલીમાં 11 વર્ષની બાળકી પિતા સાથે અગાશી પર પતંગ ચગાવી રહી હતી ત્યારે નીચે પટકાઇ હતી. બાળકીને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.


  જૂનાગઢ જિલ્લાના ખડીયા ગામ ખાતે એક બે વર્ષનું બાળક ધાબા પરથી નીચે પટકાયું હોવાનો બનાવ પણ સામે આવ્યો છે. બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું છે. 

  જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ પર એક યુવાન દોરીને કારણે ઈજાગ્રસ્ત થયો છે. 
   

  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App