રાજકોટ: રાજકોટ તાલુકાના સણોસરા ગામે રહેતી અને લાલબહાદુર સ્કૂલમાં ધો.12નો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેનું સારવાર મળે તે પહેલા જ મોત થતાં કુવાડવા પોલીસ હોસ્પિટલે દોડી ગઇ હતી. માતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ઘરે ન આવતા તેના ફઇ શોધવા ગયા હતા. તે ત્રિકોણબાગના બસસ્ટેન્ડમાંથી મળી હતી. બે મહિલાઓએ રૂમાલ સુંઘાડી બેભાન કરી અપહરણનો પ્રયાસ કર્યાનું જણાવતા ઠપકો આપતા આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. જો કે પોલીસને વાત ગળે ઉતરતી નથી.
બે મહિલાએ રૂમાલમાં કંઇક સુંઘાડ્યું હતું
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કુવાડવા નજીક આવેલા સણોસરા ગામે રહેતી નમીરા ઈમરાન નાનાણી ઉ.વ.17 નામની મુસ્લિમ સગીરાએ પોતાના ઘરે જાતે કેરોસીન છાંટી સળગી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી અને તેનું મોત થયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, નમીરા લાલબહાદુર સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતી હતી. ગઇકાલે સ્કૂલેથી ઘેર જવામાં નમીરાને મોડું થઇ જતા તે ત્રિકોણ બાગ પાસે બસ સ્ટેન્ડમા્થી મળી આવી હતી. ત્યારે રિક્ષામાં બેઠેલી બે મહિલાઓએ રૂમાલ સુંઘાડી અપહરણ કરવાનો પ્રયાસ કર્યાની વાત ઘરે કરી હતી અને માતાએ ઠપકો આપતા આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. જો કે પોલીસે વાત ગળે ન ઉતરતા વધુ તપાસ હાથ ધરી છે.
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.