તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ફ્રેન્ડશીપ કરવાનું કહી બે વખત ગેંગરેપ, બેની ધરપકડ, એક ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે બે આરોપીની કરી ધરપકડ - Divya Bhaskar
પોલીસે બે આરોપીની કરી ધરપકડ

રાજકોટ: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર બબ્બે વખત ગેંગરેપ થયો હોવાની ફરિયાદ ભકિતનગર પોલીસમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જો કે પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે અને હજુ એક આરોપી ફરાર છે. શહેરના ભકિતનગર વિસ્તારમાં 14 વર્ષની સગીરા પર સુરેશ ઉર્ફે સુરો મોહન પરમાર અને સમીર અનવર ખલીફા નામના બે શખ્ખોએ બબ્બે વખત દુષ્કર્મ કર્યું હોવાનુ પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું. આરોપી સુરેશ સમીરને પિતા કહી બોલાવતો તેની સાથે મળી સગીરા પર બેવાર દુષ્કર્મ કર્યું હતું આજે બુધવારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો બહુમાળી ભવન ખાતે એકત્ર થયા હતા અને આરોપીઓને ફાંસી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. 

 

ફ્રેન્ડશીપ કરવાનું કહી કારાખાને બોલાવી હતી

 

પીડિતાએ ફરિયાદમા લખાવ્યું હતું કે મને સુરા સાથે ફ્રેન્ડશીપ કરવી છે તેવુ કહ્યું હતું અને મે હા પણ પાડી હતી. જો કે મને કારખાને બોલાવી હતી અને હું ગઇ હતી ત્યારે આ બે વ્યકિત સિવાય અફઝલ નામનો વ્યકિત પણ હતો. પીડિતા કારખાનામાં ગઇ પછી મદદગાર અફઝલે બહારથી તાળુ મારી દીધું હતું અને સુરો અને સમીર પીડિતા પર દુષ્કર્મ કર્યું હતું અને કોઇને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. આ વાત બે મહિના પહેલા બની હતી. ડરના લીધે પીડિતાએ કોઇને કહ્યું નહીં પરંતુ થોડા દિવસ પછી વળી બન્નેએ ધમકાવી પીડિતાને કારખાને બોલાવી માર મારી રૂમમાં પૂરી દઇ ફરી વખત દુષ્કર્મ આચર્યું હતું. જો કે પીડિતાએ હવે હિંમત કરી પરિવારને વાત કરી હતી અને વાત પોલીસ મથક સુધી પહોંચી હતી.

 

ગેંગરેપનો ગુનો દાખલ

 

પોલીસે હાલ બે આરોપી પર ગેંગરેપનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે, વધુ એક મદદગાર આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી ચાલુ છે. ગણતરીના કલાકોમાં તે પણ ઝડપાઇ જશે તેવું પોલીસ કહી રહી છે. હાલ પીડિતાનું મેડિકલ ચેક અપ અને સ્થળ તપાસ સહિતની તપાસ ચાલુ હોવાનું પોલીસ જણાવી રહી છે.

 

જૂનાગઢમાં બે જૂથ વચ્ચે અથડામણ, 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ, વાહનોમાં તોડફોડ, 15ની ધરપકડ