મુંબઇના ગ્રાહકને રાજકોટ બોલાવી બે કરોડમાં રેડ સેન્ડ બોઆ સાપ વેચે તે પહેલા બે ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે મો ધરાવતા સાપને 2 કરોડમાં વેચે તે પહેલા બે શખ્સોની ધરપકડ - Divya Bhaskar
બે મો ધરાવતા સાપને 2 કરોડમાં વેચે તે પહેલા બે શખ્સોની ધરપકડ

રાજકોટ: વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરોને રાજકોટમાં અમુક લોકો ગેરકાયદેસર રીતે પ્રાણીઓની દાણચોરી કરતા હોવાની માહિતી મળતા મુંબઇથી એનિમલ વેલ્ફેર સોસાયટી, અમ્મા કેર ફાઉન્ડેશન અને પ્લાન્ટ એન્ડ એનિમલ્સ વેલ્ફેર સોસાયટીના સભ્યોએ રાજકોટમાં સાપનું વેચાણ કરતા બે શખ્સ સાથે સોદો કર્યો હતો. સમાન્ય કિંમતમાં ગેરકાયદેસર રીતે વેચાણ થતો બન્ને બાજુ મોં ધરાવતો (રેડ સેન્ડ બોઆ) સાપનો બે કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. આ સાપ ગુજરાતીમાં આંધળી ચાકળ તરીકે ઓળખાય છે. સાપની ડિલિવરી આપવા માટે રાજકોટમાં મુંબઇના ગ્રાહકોને બોલાવ્યા હતા. આ સમયે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે સાપ વેચવા આવેલા બન્ને શખ્સની વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ ધરપકડ કરી સ્ટેટ ફોરેસ્ટને સોંપ્યા હતા. 

 

એનજીઓ અમ્મા કેર ફાઉન્ડેશન, એનિમલ વેલ્ફેર સોસાયટી અને પ્લાન્ટ એન્ડ એનિમલ્સ વેલ્ફેર સોસાયટીના સભ્ય સુનિષ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, રાજકોટના બે શખ્સ પાસેથી 2 કરોડના ખર્ચે રેડ સેન્ડ બોઆ ખરીદી કરવા ડીલ નક્કી કરી હતી. જે પહેલા સુરત ડિલિવરી આપવાની હતી અને બાદમાં રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક ઓડીના શો-રૂમ પાસે બોલાવ્યા હતા. મુંબઇથી વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલની ટીમે રાજ્યની ફોરેસ્ટની ટીમને જાણ કરી અને સાથે રાખી હતી. સાપની ડિલિવરી આપવા આવેલા મોટાદડવા ગામના મકવાણા લાલજી ઉકા (ઉ.23) અને જીવાપર ગામના સાકરિયા હરેશ ભૂપત (ઉ.24)ની સાપ સાથે ધરપકડ કરવામાં આવી છે. 

 

રાજ્યની ફોરેસ્ટ ટીમ સૂતી રહી અને મુંબઇથી ટીમ આવી 

 

રાજ્ય સરકારે જિલ્લા અને તાલુકા સ્તર પર ફોરેસ્ટો અને વનવિભાગના અધિકારીઓની નિમણૂક કરી છે. આ અધિકારીઓની જાણ બહાર રાજકોટ સહિત રાજ્યમાંથી મોટા પ્રમાણમાં પશુ, પક્ષી અને સરીરસૃપોની દાણચોરી થાય છે. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે મુંબઇથી આવી સાપ વેચનારની ધરપકડ કરી છે અને સ્થાનિક ફોરેસ્ટની ટીમને જાણ પણ થઇ નથી. 

 

ભારતમાં દાણચોરી માટે હોટ ફેવરિટ છે રેડ સેન્ડ બોઆ 

 

બન્ને બાજુ મોં ધરાવતો સાપ (રેડ સેન્ડ બોઆ) દાણચોરી માટે હોટ ફેવરિટ છે. આ સાપની ચામડીમાંથી પર્સ સહિતની વસ્તુઓ બને છે. દાણચોરો આ સાપ 30થી 35 હજાર રૂપિયામાં ખરીદી કરતા હોય છે. ભારતમાં આ સાપનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. આમ છતાં મોટા પ્રમાણમાં તેની દાણચોરી થાય છે.

 

રાજકોટમાં હોસ્પિટલ ચોકમાં પિલર પર બનશે બ્રિજ, જે 712 મીટર લાંબો હશે

 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......

 

તસવીરો: અલ્પેશ રાણપરીયા, રાજકોટ.