સંયમના માર્ગે: દીક્ષાર્થીએ છેલ્લી વખત ભાઇના કાંડે બાંધી રાખડી, પરિવારજનોની આંખમાં આંસુ

3 વાગે દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ, 15 હજાર જેટલા લોકો હાજર રહ્યા

DivyaBhaskar.com | Updated - Dec 07, 2018, 03:37 PM
ભાઇના કાંડા પર બાંધી રાખડી
ભાઇના કાંડા પર બાંધી રાખડી

* બન્ને દિક્ષાર્થીઓ 9 ડિસેમ્બરના રોજ દીક્ષા ગ્રહણ કરશે

રાજકોટ: રાજકોટમાં સંયમના માર્ગે જનાર બે દીક્ષાર્થી ઉપાસના શેઠ અને આરાધના ડેલીવાળા 9 ડિસેમ્બરના રોજ નમ્રમુનિના સાંનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરશે. ત્યારે આજે દીક્ષાર્થીઓ દ્વારા પોતાના ભાઇઓના કાંડા પર છેલ્લી રાખડી બાંધવામાં આવી હતી. આ પ્રસંગે પરિવારજનોની આંખો આંસુથી છલકાઇ ગઇ હતી.

દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ, 15 હજાર જેટલા લોકો હાજર રહ્યા

આજે બપોરના 3 વાગે દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 15 હજાર જેટલા લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા અને કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા.

X
ભાઇના કાંડા પર બાંધી રાખડીભાઇના કાંડા પર બાંધી રાખડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App