કારખાનાની ટાંકીમાં ગૂંગળાઇને બે ભાઇના મોત

વાંકાનેર પાસે માટેલ રોડ પર ક્લાસી સેનેટરી વેરમાં પીઓપીની 8 ફૂટ ઊંડી કુંડીમાં સફાઇ કરતી વખતે દુર્ઘટના

DivyaBhaskar.com | Updated - Sep 17, 2018, 12:13 AM
બન્નેને બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા મોત નીપજ્યા હતા.
બન્નેને બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા મોત નીપજ્યા હતા.

રાજકોટ: મોરબીમાં વાંકાનેરનાં માટેલ રોડ પર આવેલા કલાસી સેનેટરી વેરમાં મજુરી કામ કરતા બન્ને યુવા ભાઈઓ આજે બપોરે ફેક્ટરીમાં આવેલ 8 ફૂટ ઊંડી અને 5 ફુટ પહોળી પીઓપીની બનેલ ટાંકીમાં અંદર ઉતરી સફાઈ કરતા હતા તે દરમિયાન ગેસ ગળતર થવાથી ગૂંગડાઈ જવાથી બેભાન થયા હતા અનેં મોત થયા હતા. ઘટના બાદ ફેક્ટરીનાં માલિક સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પીએમ માટે મોકલી આપ્યા હતા.

બનાવની મળતી વિગત મુજબ વાંકાનેરના મકતાનપુર ગામમાં રહેતા અને માટેલ ગામ નજીક આવેલ કલાસી સેનેટરી વર્સમાં કામ કરતા એક જ પરીવારનાં બે યુવક ભરત જીવણભાઈ કોળી અને બળદેવભાઈ જીવણ કોળી નામના યુવાન રવિવારેનાં બપોરે ફેક્ટરીની 8 ફૂટ ઊંડી અને 5 ફૂટ પહોળી ટાંકી સાફ કરવા અંદર ઉતર્યા હતા. તે દરમિયાન અચાનક કોઈ કારણસર અંદર રહેલો ગેસ બહાર ન નીકળી શકતા જેવા યુવાન અંદર ઉતર્યા કે તરત જ ગૂંગળામણ થતા બુમાબુમ કરી હતી જેથી આસપાસનાં મજૂર દોડી આવ્યા હતા અને બન્નેને બહાર કાઢ્યા હતા. જોકે બન્ને યુવક બેભાન થઈ જવાથી હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર મળે તે પહેલાં મોત થયું હતું.


બનાવની જાણ થતાં ફેક્ટરી માલિક પણ દોડી ગયા હતા.ઘટના બાદ યુવકોના મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે ખસેડી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમા બન્ને યુવાન વાંકાનેરનાં મકતાનપુર ગામમાં રહેતા હતા. બન્ને સગાભાઈ 7 માસથી ફેક્ટરીમાં કામ કરતા હતા.જ્યારે એક નાનો ભાઈ છે. મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા આ પરિવારનાં બે જુવાન જોધ દીકરાનું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. યુવાનના મોતથી સિવિલ હોસ્પિટલમાં આક્રંદ છવાઈ ગયો હતો.


સિરામીક ફેક્ટરીઓમાં મજૂરની સુરક્ષા પ્રત્યે ઉદાસીન વલણ

મોરબી જિલ્લા માં 800થી પણ વધુ સિરામિક,વિટ્રીફાઇડ અને સેનેટરી વેર ફેક્ટરીઓ છે. જેમાં 4 લાખથી પણ વધુ મજૂર છે. જોકે સીરામીક ઉધોગ દ્વારા વર્ષોથી મજૂરોની સુરક્ષા બાબતે અક્ષમ્ય બેદરકારી દાખવી રહ્યા છે. ઉંચાઈ એ કામ કરતા મજૂરને હેલ્મેટ, સીટ બેલ્ટ નથી મળતા તો ટાંકીમાં ઉતરતી વખતે સેફટી માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ,સફટી જુતા જેવી કોઈ ચીજ આપતી નથી. મજૂર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં કોઈ પણ તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી ન કરતા આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદારી કોની શિરે આવશે તે એક સવાલ છે.

X
બન્નેને બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા મોત નીપજ્યા હતા.બન્નેને બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા મોત નીપજ્યા હતા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App