ટંકારા: રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા ધ્રુવનગર ગામે આજે આઇશરે ટ્રેક્ટરને ઠોકર મારતા પટેલ પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત નીપજતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. ટ્રેક્ટર ભાંગીને ભુક્કો થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પંક્ચર પડતા ટ્રેક્ટરનું ટાયર બદલતા હતા અને આઇશરે ઠોકર મારી
મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના ખેડૂત ભાણજીભાઇ ગોવિંદભાઇ દેત્રોજા (ઉ. 65)અને તેનો પુત્ર પ્રવિણભાઇ (ઉ.38) ટ્રેક્ટરમાં ચણા તથા ખેતીની જણસ ભરી મોરબી માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઇ રહ્યા હતા. ત્યારે ધ્રુવનગરથી મોરબી તરફ જતા ટ્રેક્ટરમાં પંક્ચર પડ્યું હતું. પિતા-પુત્ર બન્ને ટ્રેક્ટરનું ટાયર બદલતા હતા તે સમયે અમુસ દૂધના આઇશરે ઠોકર મારી હતી. આથી ભાણજીભાઇ અને પ્રવીણભાઇનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો......
તસવીરો: જય ત્રિવેદી, ટંકારા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.