અકસ્માત: વીંછિયામાં ટ્રેકર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા વિદ્યાર્થીનું મોત, એક ગંભીર

DivyaBhaskar.com

Dec 07, 2018, 05:57 PM IST
બાઇકને થયેલું નુકસાન
બાઇકને થયેલું નુકસાન
લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા
લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા
ટ્રાફિકજામ સર્જાયો હતો
ટ્રાફિકજામ સર્જાયો હતો

* અન્ય એક વિદ્યાર્થી ગંભીર, ટ્રેક્ટર ચાલક ફરાર

જસદણ: વીંછિયા તાલુકાના ગોરૈયા ગામનો અશ્વિન આભુભાઈ સાસુકીયા અને દેવગઢ ગામનો મેહુલ જગદીશભાઈ જમોડ નામના બન્ને વિદ્યાર્થીઓ બન્ને બાઈક લઇને અમરાપુર બી.એડ.કોલેજે અભ્યાસ અર્થે જતા હતા. ત્યારે સામેથી પૂરઝડપે ધસી આવતા અજાણ્યા ટ્રેકરના ચાલકે વીંછિયા-જસદણ રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડ સામે જ બાઈકને સામેની સાઈડથી હડફેટે લેતા બન્ને વિદ્યાર્થીઓ રોડ ઉપર પટકાતા અશ્વિન આભુભાઈ સાસુકીયા નામના વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈકની પાછળ બેઠેલ મેહુલ જગદીશભાઈ જમોડ નામના વિદ્યાર્થીને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો.

ટ્રેક્ટર ચાલક ફરાર

આ અકસ્માતનો બનાવ સર્જી ટ્રેક્ટર ચાલક નાસી જતા લોકોના ટોળેટોળા બનાવ સ્થળે એકઠા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા વીંછિયા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક વિદ્યાર્થીની લાશને પી.એમ.અર્થે વીંછિયા સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.અકસ્માતના બનાવના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

માહિતી અને તસવીરો: દિપક રવિયા, જસદણ.

X
બાઇકને થયેલું નુકસાનબાઇકને થયેલું નુકસાન
લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાલોકોના ટોળા એકઠા થઇ ગયા હતા
ટ્રાફિકજામ સર્જાયો હતોટ્રાફિકજામ સર્જાયો હતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી