તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાતવ, ધાનાણી કાલે રાજકોટમાં, ખેડૂતોના પ્રશ્ને ધરણાના નામે મનામણા Tomorrow Paresh Dhanani And Rajiv Satav In Rajkot

સાતવ, ધાનાણી કાલે રાજકોટમાં, ખેડૂતોના પ્રશ્ને ધરણાના નામે મનામણા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: ખેડૂતોના પ્રશ્ને કાલે શુક્રવારે 29 જુનના રોજ જિલ્લા કોંગ્રેસ ધરણા કરશે. આ ધરણામાં ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગી આગેવાનો જોડાશે. રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીને કારણે ઘમાસાણ મચ્યું છે. ત્યારે અસંતુષ્ટ આગેવાનો અને કાર્યકરો રાજીવ સાતવ સમક્ષ બળાપો ઠાલવે તેવી પૂરી શક્યતા છે. ઇન્દ્રનીલનું રાજીનામુ, કુંવરજી, પિરઝાદા નારાજ જેવા મુદ્દાને લઇ ધરણાના નામે મનામણા થાય તેવી વાત પણ છે.

 

રાહુલ ગાંધીએ રાજીવ સાતવને કહ્યું છે જે પ્રશ્ન હોય તે પૂરો કરો

 

કુંવરજી બાવળીયા દિલ્હી જઇ રાહુલ ગાંધીને સિનિયરોની અવગણના થઇ રહી છે તેવો બળાપો કાઢ્યો હતો ત્યારે પ્રભારી રાજીવ સાતવ સાથે હતા. રાહુલ ગાંધીએ ત્યારે જ સાતવને કહી દીધું હતું કે, જે હોય તે મળીને બેઠક કરી મિટિંગ કરી સમસ્યાનો હલ લઇ આવો. ત્યારપછી તરત ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તમામ હોદ્દા પરથી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા રાજકારણ વધુ ગરમાયુ છે. આ વાતને લઇ પ્રેદશ પર માછલા ધોવાયા છે જેને લઇ વિપક્ષ નેતા ધાનાણી અને સાતવ કાલે રાજકોટ દોડી આવશે અને ખેડૂતના પ્રશ્ને ધરણા કરશે. જો કે આ બહાને તે ડેમેજ કંન્ટ્રોલ કરવાની બેઠકો પણ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. આ ધરણામાં કુંરવજી બાવળિયા, પિરઝાદા, જેવા સિનિયર નેતા ઉપસ્થિત રહેશે કે નહીં તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

 

ઇન્દ્રનીલનો રાજકીય સંન્યાસ, આવી રહી કારકિર્દી, જીવે છે વૈભવી લાઇફ સ્ટાઇલ

 

આગળની સ્લાઇડ્સ કાલે ત્રિકોણબાગે 10થી 2 વાગ્યા સુધી ધરણા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...