આજે ગણેશચોથ: બપોરે 12.18થી 1.07 દરમિયાન અભિજિત મુહૂર્તમાં ગણેશ સ્થાપના શ્રેષ્ઠ

અભિજિત મુહૂર્તમાં ગણેશ સ્થાપના શ્રેષ્ઠ
અભિજિત મુહૂર્તમાં ગણેશ સ્થાપના શ્રેષ્ઠ

DivyaBhaskar.com

Sep 12, 2018, 05:50 PM IST

રાજકોટ: ભાદરવા સુદ ચોથને તારીખ 13ને ગુરુવારે એટલે કે આજે વિઘ્નહર્તા ગણેશજીના વ્રતનો પ્રારંભ થયો છે. આ વર્ષે વચ્ચે કોઈ ક્ષય તિથિ કે વૃદ્ધિ નહીં આવતી હોવાથી આ વ્રત પૂરા 11 દિવસ ચાલશે. ભાદરવા સુદ ચોથને તારીખ 13થી ભાદરવા સુદ ચૌદસને તારીખ 23 સુધી દાદાની સ્થાપના થશે. આ વર્ષે બપોરે 12.18થી 1.07 દરમિયાન અભિજિત મુહૂર્તમાં ગણેશ સ્થાપના શ્રેષ્ઠ મનાય છે. એક માન્યતા પ્રમાણે ગણેશદાદાનો જન્મ પણ અભિજિત મુહૂર્તમાં થયો હોવાથી આ મુહૂર્તમાં ઘેર ઘેર અને પંડાલમાં ગણેશ સ્થાપના કરવી ઉત્તમ છે. બીજી બાજુ ગણેશચોથના દિવસે સ્વાતિ નક્ષત્રનો સંયોગ પણ વ્રતપૂજા માટે શુભ મનાય છે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે સ્થાપના દરમિયાન દરરોજ પૂજા-આરતી તથા સંકટનાશક ગણપતિ સ્તોત્રના પાઠ દરરોજ કરવાથી જીવનમાં આવતા સંકટો દૂર થાય છે. ગણપતિ દાદાને દરરોજ નૈવેધમાં મોદક ધરાવવા અને લાલ ફૂલ ચઢાવવા. ગોળના મોદક ગણેશજીને વધુ પ્રિય છે.

ગણેશ સ્થાપનાના શુભ મૂહુર્તો

શુભ: સવારે 6.34થી 8.06

ચલ: સવારે 11.11થી 12.43

લાભ: બપોરે 12.43થી 2.15

અમૃત: બપોરે 2.15થી 3.47

અભિજિત મુહૂર્ત: બપોરે 12.18થી 1.07

શાસ્ત્રો અને પુરાણોમાં પણ માટીના ગણેશ જ માન્ય

શાસ્ત્રો અને પુરાણોમાં પણ માટીના જ ગણેશજીની સ્થાપના યોગ્ય અને માન્ય ગણવામાં આવી છે. પુરાણોમાં પીઓપીની મૂર્તિનો ક્યાંય ઉલ્લેખ નથી. દેવાધિદેવ શિવજીની પૂજામાં પણ પાર્થિવ શિવલિંગ એટલે કે માટીના બનેલા શિવલિંગ ઉત્તમ ગણાય છે એવી જ રીતે ગણપતિ દાદા પણ માટીના જ હોવા ઉતમ ગણાય છે. માટીની મૂર્તિ ભળે નાની હોય પરંતુ પીઓપી કરતા વધુ શ્રેષ્ઠ અને ફળદાયી નિવડે છે.

સ્થાપના માટે એકી સંખ્યાના દિવસો ઉત્તમ

ગણેશજીની સ્થાપના કેટલા દિવસ સુધી કરવી તે ભકતો પર આધાર રાખે છે. પરંતુ સામાન્ય રીતે 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 11 દિવસ પણ લોકો ઘરમાં બેસાડે છે.એકી સંખ્યાના દિવસો સુધી ગણેશ સ્થાપના કરવી ઉત્તમ માનવામાં આવે છે.

આવી રીતે વિધિવત કરવી ગણેશ સ્થાપના

ગણેશ સ્થાપના કરતાં પહેલા આખા ઘરની સફાઈ કરવી. ઘરમાં ધૂપ-અગરબતી કરવી જેથી ઘરનું શુદ્ધિકરણ થઈ જશે. એક કળશમાં પાણી ભરી તેના મોઢાને લાલ રંગના કપડાથી ઢાંકી દેવું, કળશમાં ચોખાને રાખવા, હવે કળશને ગણપતિની બાજુમાં મૂકી દેવો, ગણેશજીને ફૂલ અને નવા વસ્ત્રોથી સજાવો. પૂજા બાદ મોદક કે લાડવાનો ભોગ ધરાવો. પૂજા દરમિયાન ગં ગણતપે નમ: મંત્રનો જાપ કરવો, અને આરતી કરવી.

તારક મહેતા ફેમ બાઘાના સસરાનું રાજકોટમાં હાર્ટ એટેકથી નિધન

X
અભિજિત મુહૂર્તમાં ગણેશ સ્થાપના શ્રેષ્ઠઅભિજિત મુહૂર્તમાં ગણેશ સ્થાપના શ્રેષ્ઠ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી