રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ ચેરમેને વિપક્ષ નેતાને ગેટ આઉટ કહેતા કોંગ્રેસે કર્યો હોબાળો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે કોંગ્રેસે પ્રેક્ષક ગેલેરીને લઈને વિરોધ નોંધાવ્યો હતો. જનરલ બોર્ડમાં છેલ્લા અઢી વર્ષથી રાજકોટવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી પ્રેક્ષક ગેલેરી બંધ કરવામાં આવી છે. જેનો આજે કોંગ્રેસના કોર્પોરેટરોએ પ્રેક્ષક ગેલેરીમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે કોંગ્રેસના વોર્ડ નં 13ના કોર્પોરેટર નીતિન રામાણી અન્ય કોર્પોરેટરોની સાથે રહેવાને બદલે જનરલ બોર્ડમાં હાજર રહેતા વિવાદ સર્જાયો હતો. જનરલ બોર્ડમાં ભાજપના નેતા દિનેશ કારીયા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ બી. પી. સોનારાના વિવાદને લઈને કોંગ્રેસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેના પોસ્ટરો રજૂ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમજ વિપક્ષ નેતા વશરામ સાગઠીયા અને સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ વચ્ચે ઉગ્રે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા ઉદય કાનગડે વશરામ સાગઠિયાને ગેટ આઉટ કહેતા કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. 


રાજકોટ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં કોંગ્રેસનાં કોર્પોરેટરો પ્રેક્ષક ગેલેરીમાં બેસતા ગેરહાજરી પૂરવામાં આવી હતી. જો કે જનરલ બોર્ડ પૂરું થયા બાદ કોંગ્રેસનાં કોર્પોરેટરો મેયર બિનાબેન આચાર્યની ચેમ્બરમાં ગેરહાજરીને લઇને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદય કાનગડ પણ ત્યાં આવ્યા હતા અને મેયરને બદલે તેની સાથે વાતચીત કરવાનું કહ્યું હતું. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સાથે નહીં મેયર સાથે વાતચીત કરવાનું કહેતા ઉદય કાનગડ ઉશ્કેરાઇ ગયા હતા અને વિરોધપક્ષનાં નેતા વશરામ સાગઠીયાને તારી કાંઇ જરૂર નથી ચેમ્બર બહાર નિકળી જવાનું કહ્યું હતું. ઉદય કાનગડે વિપક્ષનાં નેતા વશરામ સાગઠીયાને ‘ગેટ આઉટ’ કહીને તું બહાર નિકળી જા તેવા અશોભનીય શબ્દનો પ્રયોગ કરતા કોંગ્રેસનાં કોર્પોરેટરોએ મેયર ચેમ્બરમાં હોબાળો મચાવ્યો હતો.

 

15મી ઓગસ્ટ પહેલા રાજકોટમાં હથિયાર બનાવતું કારખાનું ઝડપાયું, 17 દેશી તમંચા સાથે 4ની ધરપકડ

 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...... 

 

તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ.