રાજકોટમાં 3 સ્વાઇન ફ્લુના કેસ, સરકારી કચેરી સહિત 8 સ્થળે મળ્યા મચ્છરના લારવા

સરકારી કચેરીમાંથી મચ્છરના લારવા મળ્યા
સરકારી કચેરીમાંથી મચ્છરના લારવા મળ્યા

આરોગ્ય વિભાગ દ્વારા સરકારી કચેરીઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું

DivyaBhaskar.com

Sep 10, 2018, 03:07 PM IST

રાજકોટ: રાજકોટમાં સ્વસ્છતા અભિયાન જાણે કાગળ પર જ ચાલતું હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. સરકારી કચેરીઓ જ સ્વચ્છતા અભિયાનથી દૂર હોય તેવું લાગી રહ્યું છે. આજે આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાતા કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત સહિત આઠ જગ્યાએથી મચ્છરના લારવા મળી આવતા સ્વછતા અભિયાનના લીરા ઉડ્યાં હતા. આ સિવાય સ્વાઇન ફ્લુના 3 કેસ પોઝેટીવ જોવા મળતા તંત્ર દોડતું થયું છે.

સરકારી કચેરીમાં મચ્છરના લારવા

રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાંથી ડેન્ગ્યુ મચ્છરના લારવા મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા સરકારી કચેરીઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું. રાજકોટની જૂની કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત, બહુમાળી ભવનમાંથી ફિલ્ટર પ્લાન્ટ, એજી કચેરી સહિતની જગ્યાઓ પરથી મચ્છરના લારવા મળી આવ્યા હતા. તમામ સરકારી કચેરીઓમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે અને લોકોની પણ અવર જવર રહેતી હોય છે. રોગચાળો વધવાની ભીતીએ આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે.

સ્વાઇન ફ્લુ દેખાયો

શ્રાવણ મહિનો પૂર્ણ થતાની સાથે જ સ્વાઈન ફ્લુનો કહેર સામે આવી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2 અને ખાનગી હોસ્પિટલમાં 1 દર્દી મળી કુલ 3 દર્દીઓ સ્વાઈન ફલૂ વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે.. આજ રોજ એક પુરુષ અને બે મહિલાના સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. હાલમાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના 55 વર્ષીય વૃદ્ધ સહિત 3 દર્દીઓ સ્વાઈન ફ્લૂ વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે. જેમાં અમરેલી જિલ્લાના પુરુષ તેમજ જૂનાગઢ અને ધોરાજીની એક એક મહિલા સ્વાઈન ફ્લૂ વોર્ડમાં સારવાર લઇ રહી છે. 3 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર પણ એલર્ટ થઇ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી સૌથી વધુ દર્દીઓ સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સારવાર લઇ રહ્યા હતા. ત્યારે આ વર્ષે ફરી સ્વાઈન ફ્લુના કેસ આવવાની શરૂઆત થતા તંત્ર એલર્ટ થઇ ગયું છે.

WWFની વન પ્લેનેટ સિટી ચેલેન્જ 2017-18 એવોર્ડ માટે ઇન્ટરનેશનલ જ્યુરી દ્વારા રાજકોટની પસંદગી

X
સરકારી કચેરીમાંથી મચ્છરના લારવા મળ્યાસરકારી કચેરીમાંથી મચ્છરના લારવા મળ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી