તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદના ડાલી ગામેથી રાજકોટ પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખી 600 કિલો ગાંજા સાથે ત્રણને ઝડપ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપીને પકડવા ગયેલી પોલીસને 2100 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા - Divya Bhaskar
આરોપીને પકડવા ગયેલી પોલીસને 2100 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા

રાજકોટ:શાનું હબ બની ગયેલા રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા થોડા સમયથી સઘન કામગીરી કરી નશીલા પદાર્થનું વેચાણ કરતા શખ્સો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે જંગલેશ્વરના પરિવારને ગાંજો સપ્લાય કરતા સુરતના બે અને જામખંભાળિયાના એક સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા છે અને આણંદના ડાલી ગામેથી 2100 કિલો જેટલો લાખો રૂપિયાનો ગાંજો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ સુધી પહોંચવા પોલીસ આંધ્રપ્રદેશ સુધી તપાસ લંબાવશે.


સુરતના અમુક લોકોના નામો આવતા તેઓ ઉપર ખાસ વોચ રાખવામાં આવી હતી 

 

રાજકોટ શહેર પોલીસ દ્વારા તાજેતરમાં જ જંગલેશ્વરમાં દરોડો પાડી ગાંજાનું વેચાણ કરતા મદીના જુણેજા, ઉસ્માન જુણેજા, અફસાના જુણેજા અને એક સગીરને 357 કિલો ગાંજા સાથે દબોચી લીધા બાદ આ ગાંજો જંગલેશ્વર સુધી પહોંચાડવાની કામગીરી કરતા સુખરામનગરના કારચાલક ઘનશ્યામગીરી ગોસાઈને પણ સીસીટીવી ફૂટેજ આધારે કાર સાથે દબોચી લીધો હતો. નશાના આ કાળા કારોબારમાં મુખ્ય સપ્લાયર તરીકે સુરતના અમુક લોકોના નામો આવતા તેઓ ઉપર ખાસ વોચ રાખવામાં આવી હતી અને આજે સુરત અને જામખંભાળિયાના ત્રણ શખ્સોને દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ગાંજાનો જથ્થો સુરતના વિજય અશોકભાઈ કુલપતિ અને ચેતનસિંહ ઉર્ફે રાજભા ભુપેન્દ્રસિંહ ઝાલા મંગાવી બાદમાં સૌરાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા. તેમજ આ ગાંજો જામખંભાળિયાનો મુકેશગીરી જસવંતગીરી ગોસ્વામી ખરીદતો હોવાનું પણ જાણવા મળ્યું હતું. 

 

ગાંજાનો જથ્થો આણંદના વિરસદ તાલુકાના ડાલી ગામે છુપાવ્યો હતો

 

જે મુકેશગીરી અગાઉ એનડીપીએસના બે ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે તેના મારફતે ખંભાળિયા યાર્ડ ખાતે મકાન ભાડે રાખી ડાલી મુકામેથી ગાંજાનો જથ્થો ટ્રકમાં ભરી જામખંભાળિયા ખાતે ઉતારવામાં આવતો હતો. ત્યાં બીક વધી જતા ફરીથી જથ્થો આણંદના વિરસદ તાલુકાના ડાલી ગામે છુપાવ્યો હતો ડાલી ગામે રહેતા ચેતનસિંહ ઉર્ફે રાજભાના મોબાઈલનું લોકેશન ટ્રેસ કરી એસઓજીની ટીમને ત્યાં દોડાવી હતી અને તેની ધરપકડ કરી પૂછપરછ કરતા પોતે બાજુમાં ભાડાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે અંદાજે 2100 કિલો જેટલો ગાંજો જપ્ત કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરાવ્યો હતો. બાદમાં વિજય કુલપતિ અને જામખંભાળિયાનો મુકેશગીરી બંને જામનગર રોડ પર પરાપીપળીયા પાસે મળવાના હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી અને સ્કોડા કારમાં બંને મળતા જ બંન્નેને દબોચી લીધા હતા. આ ગુનામાં હજુ વિજય ઉર્ફે ભૈયો જામનગરના ગુનામાં પણ વોન્ટેડ હોય તેની શોધખોળ હાથ ધરી છે 


વિજય 10થી 12 વર્ષથી સુરતમાં રહીને ગાંજાનો નેટવર્ક ચલાવતો હતો

 

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આ ગાંજો આંધ્રપ્રદેશથી લાવી રાજ્યભરમાં સપ્લાય કરતા હોવાનું જાણવા મળ્યું છે. વિજય કુલપતિ પોતે પણ ઓડિસાનો રહેવાસી છે અને છેલ્લા 10થી 12 વર્ષથી સુરતમાં રહીને ગાંજાનો નેટવર્ક ચલાવતો હતો. પોતે 5, 7 વર્ષથી આ ગોરખ ધંધો કરતો હોવાની કબૂલાત આપી હતી.

 

રાજુલામાં પ્રેમપ્રકરણમાં પત્નીએ મિત્ર સાથે મળી પતિની હત્યા કરી લાશ દાટી દીધી