Home » Saurashtra » Latest News » Rajkot City » third day paresh dhanani seat on dharana at shapar veraval of rajkot

ધાનાણીના ધરણાનો ત્રીજો દિવસ કહ્યું 22ની ધરપકડ દબાણવશ, માછલી પકડી મગરમચ્છો છૂટ્ટા ફરે છે

Divyabhaskar.com | Updated - Aug 05, 2018, 03:52 PM

આજે શાપર જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનની બહાર પ્રતિક ઉપવાસ, સરકાર ફોરેન્સિક રિપોર્ટ જાહેર કરે

 • પરેશ ધાનાણી ત્રીજા દિવસે પણ બેઠા ધરણા પર

  રાજકોટ: જેતપુરના પેઢલા ગામે નાફેડના ગોડાઉનની મગફળીમાં ધૂળ, ઢેફા નીકળતા પોલીસે 22 લોકોની ધરપકડ કરી છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી મગફળી કૌભાંડને લઇ રોજ અલગ અલગ સ્થળોએ પ્રતિક ધરણા કરી રહ્યાં છે. આજે શાપરના જીઆઇડીસી ગોડાઉન સામે ધરણા કર્યા છે. 6 મેના રોજ આ ગોડાઉનમાં 4 કરોડની મગફળી બળીને ખાક થઇ ગઇ હતી. આજે ધાનાણીએ જણાવ્યું હતું કે, 22ની ધરપકડ સરકારના દબાણવશ થઇ છે, આ તો બધી માછલીઓ છે મગમચ્છોની ધરપકડ કરવાની બાકી છે જે છૂટ્ટા ફરી રહ્યા છે.

  મગફળી સળગી તેના ફોરન્સિક રિપોર્ટ જાહેર કરે સરકાર

  ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, શાપર સહિત જે જે ગોડાઉનમાં મગફળી સળગી છે તે બધાના ફોરેન્સિક રિપોર્ટ બાકી છે. સરકાર પ્રજા સમક્ષ તે રિપોર્ટ જાહેર કરે એ સિવાય સળગ્યા પહેલા સાચી મગફળી ક્યાં ગઇ અને તેનું પિલાણ ક્યાં ક્યાં થયું તેની તપાસ થઇ જ નથી તેની વિગતો પણ જાહેર થવી જોઇએ. મોટાભાગના ગોડાઉનમાં ચોપડે તો મગફળી છે પરંતુ અંદર ધૂળ અને ઢેફા જ સિવાયેલા છે. સરકારે ભર ચોમાસે ડેમ ભરી પાણી વેડફ્યું, વાહવાહી મેળવવા ચોમાસામાં ડેમ છલકાવ્યા, વરસાદ ખેંચાતા ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે. વિધાનસભાની ચૂંટણી સમયે રાજકીય રોટલા શેકવા પાણી વેડફી નાખ્યું. આજે તેના પાપે જગતના તાતને ભોગવવાનો વારો આવ્યો છે.

  પાણી વગરના રૂપાણી આ મારી મગફળી સુકાણી: ખેડૂતનો આક્રોશ સાથેનો વીડિયો વાયરલ

  આગળની સ્લાઇડ્સ શાપર વેરાવળમાં સળગેલી મગફળીમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરે છે.

 • third day paresh dhanani seat on dharana at shapar veraval of rajkot
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  રાજકોટના શાપર વેરાવળમાં ધરણા પર બેઠા

  ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરાયેલી મગફળીનો જથ્થો શાપર અને ગોંડલના ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. એ બંને ગોડાઉન 

  ભાડે રાખવા સહિતની જવાબદારી ધાણેજ મગફળી કૌભાંડના આરોપી મગન જાલાવાડિયાની હતી. બંને ગોડાઉનમાં લાગેલી આગમાં કરોડો રૂપિયાની મગફળી સળગીને ખાક થઇ ગઇ હતી. બંને ઘટનામાં ફાયરબ્રિગેડ સ્ટાફે ત્વરિત કામગીરી કરી મગફળીનો મોટો જથ્થો બચાવી લીધો હતો. બંને વખતે રાજકોટ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ગુજકેટ-નાફેડના અધિકારીઓ અને બંને કેસની તપાસ ચલાવનારસીઆઇડી ક્રાઇમના ડીઆઇજી દીપાંકર ત્રિવેદી સ્થળ પર પહોંચ્યા હતા. તમામ અધિકારીઓ અને તપાસ એજન્સીના અધિકારીઓએ સ્થળ પર કરેલા પંચનામામાં સ્પષ્ટપણે નોંધ્યું હતું કે, બચી ગયેલા મગફળીના જથ્થામાં મોટા પ્રમાણમાં માટી-કાંકરાનો જથ્થો છે તેમજ મગફળી હલકી ગુણવત્તાવાળી છે. 

   

  મગન જાલાવાડિયા સહિતનાઓને ક્લિનચીટ આપી દીધી હતી

   

  સીઆઇડી ક્રાઇમે ઉપરોક્ત પ્રકરણમાં તપાસ કરી ત્યારે મગન જાલાવાડિયા સહિતનાઓને ક્લિનચીટ આપી દીધી હતી અને ધાણેજ પ્રકરણમાં મગન આરોપી બન્યો છે, પરંતુ માત્ર ધાણેજ પ્રકરણમાં જ તેની ભૂમિકા છે તેવું તંત્ર કેવી રીતે માની શકે, શાપર-ગોંડલના કૌભાંડના આરોપીઓને કોણ બચાવી રહ્યું છે, શું ઉપરોક્ત બંને કૌભાંડ તમામ સ્તરેથી ફિક્સિંગ કરી મિલિભગતથી આચરવામાં આવ્યું હતું, શું ધાણેજ કૌભાંડને બહાર લાવી અગાઉના કૌભાંડ પર પડદો પાડી દેવાનો પ્રયાસ છે, કે ધાણેજના કૌભાંડમાં ઉચ્ચકક્ષા સુધી વિશ્વાસ કેળવ્યા વગર બારોબાર સ્થાનિક કક્ષાએ આચરી લેવામાં આવ્યું હતું, સહિતના પ્રશ્નો લોકોમાં ચર્ચાઇ રહ્યા છે. પોલીસ અને કલેક્ટર તંત્ર માત્ર ધાણેજ કૌભાંડની વિગતો પ્રસિધ્ધ કરી કામગીરી કર્યાની વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

   

  આગળની સ્લાઇડ્સ  20 લાખના બારદાન સળગવાનો મામલો પણ ઓલવાઇ ગયો.

 • third day paresh dhanani seat on dharana at shapar veraval of rajkot
  સરકાર પર કર્યા પ્રહારો

  20 લાખના બારદાન સળગવાનો મામલો પણ ઓલવાઇ ગયો

   

  રાજકોટના જૂના માર્કેટિંય યાર્ડમાં છ મહિના પૂર્વે ગુજકોટના રૂ.20 કરોડના 20 લાખ બારદાન ભેદી સંજોગોમાં સળગી ગયા હતા. આ 

  મામલામાં પણ પોલીસ હજુ સુધી કંઇ ઉકાળી શકી નથી. લાખો બારદાન સળગાવવા પાછળ પણ બદઇરાદો હોવાનું સ્પષ્ટ હતું. છતાં આ મામલામાં કોઇનો વાળ પણ વાંકો નહીં થતાં અનેક શંકાઓ ઉદભવી હતી. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ