ધાનાણીના ધરણાનો ત્રીજો દિવસ કહ્યું 22ની ધરપકડ દબાણવશ, માછલી પકડી મગરમચ્છો છૂટ્ટા ફરે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: જેતપુરના પેઢલા ગામે નાફેડના ગોડાઉનની મગફળીમાં ધૂળ, ઢેફા નીકળતા પોલીસે 22 લોકોની ધરપકડ કરી છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી મગફળી કૌભાંડને લઇ રોજ અલગ અલગ સ્થળોએ પ્રતિક ધરણા કરી રહ્યાં છે. આજે શાપરના જીઆઇડીસી ગોડાઉન સામે ધરણા કર્યા છે. 6 મેના રોજ આ ગોડાઉનમાં 4 કરોડની મગફળી બળીને ખાક થઇ ગઇ હતી. આજે ધાનાણીએ જણાવ્યું હતું કે, 22ની ધરપકડ સરકારના દબાણવશ થઇ છે, આ તો બધી માછલીઓ છે મગમચ્છોની ધરપકડ કરવાની બાકી છે જે છૂટ્ટા ફરી રહ્યા છે.

 

મગફળી સળગી તેના ફોરન્સિક રિપોર્ટ જાહેર કરે સરકાર

 

ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, શાપર સહિત જે જે ગોડાઉનમાં મગફળી સળગી છે તે બધાના ફોરેન્સિક રિપોર્ટ બાકી છે. સરકાર પ્રજા સમક્ષ તે રિપોર્ટ જાહેર કરે એ સિવાય સળગ્યા પહેલા સાચી મગફળી ક્યાં ગઇ અને તેનું પિલાણ ક્યાં ક્યાં થયું તેની તપાસ થઇ જ નથી તેની વિગતો પણ જાહેર થવી જોઇએ. મોટાભાગના ગોડાઉનમાં ચોપડે તો મગફળી છે પરંતુ અંદર ધૂળ અને ઢેફા જ સિવાયેલા છે. સરકારે ભર ચોમાસે ડેમ ભરી પાણી વેડફ્યું, વાહવાહી મેળવવા ચોમાસામાં ડેમ છલકાવ્યા, વરસાદ ખેંચાતા ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે. વિધાનસભાની ચૂંટણી સમયે રાજકીય રોટલા શેકવા પાણી વેડફી નાખ્યું. આજે તેના પાપે જગતના તાતને ભોગવવાનો વારો આવ્યો છે.

 

પાણી વગરના રૂપાણી આ મારી મગફળી સુકાણી: ખેડૂતનો આક્રોશ સાથેનો વીડિયો વાયરલ

 

 

આગળની સ્લાઇડ્સ શાપર વેરાવળમાં સળગેલી મગફળીમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરે છે.