Home » Saurashtra » Latest News » Rajkot City » ખોડલધામના ટ્રસ્ટી નરેશની ફેવરમાં પોસ્ટર લાગ્યા|There was a poster in Nareshs fever with trustee of Khodaldham

ખોડલધામ ‘નરેશ’ના ફેવરમાં પોસ્ટર લાગ્યા, ગદ્દારને સામે લાવવો જ પડશે

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 03:26 AM

નરેશ પટેલની અસ્મિતા જાળવવા ગદ્દાર ને ખુલો પાડવો પડશે તેવા લખાણ લખાયા

 • ખોડલધામના ટ્રસ્ટી નરેશની ફેવરમાં પોસ્ટર લાગ્યા|There was a poster in Nareshs fever with trustee of Khodaldham
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  નરેશ-પરેશ વચ્ચેના ગજગ્રાહને જાહેર કરવા કોણ તલપાપડ છે?

  રાજકોટ: લેઉવા પટેલ સમાજની ધાર્મિક સંસ્થા ખોડલધામ પર રાજકીય કબજા માટેની લડાઇ ચરમસીમાએ પહોંચી ગઇ હોય તેમ ગુરૂવારે રાત્રે ગદ્દારને ખુલ્લો પાડો એવું કહેતાં પોસ્ટર્સ લાગ્યાં હતાં. શુક્રવારે બપોરે અગિયાર વાગ્યે થનાર નરેશ પટેલની પત્રકાર પરિષદને તોફાની બનાવવાનો વિસ્ફોટક મસાલો પૂરો પાડતાં હોય તેવાં આ પોસ્ટર્સ દેખિતી રીતે નરેશ પટેલની તરફેણમાં લાગે છે પણ, વાસ્તવમાં તે પરેશની છાવણીએ લગાડ્યાં કે નરેશની છાવણીએ તે સમજવું મુશ્કેલ છે.

  ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદેથી નરેશ પટેલે રાજીનામું આપ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી આ મુદ્દો માત્ર સામાજિક જ નહીં, પરંતુ રાજકીય ક્ષેત્રમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. નરેશના રાજીનામાનું કારણ પરેશ ગજેરા સાથેના મતભેદો હોવાની છાપ ઉપસી હતી, નરેશ પટેલ નહીં હોય તો પોતે પણ ટ્રસ્ટમાં નહીં હોય તેવી પરેશે જાહેરાત કરી દીધી હતી, ત્રણ-ત્રણ દિવસથી આ મુદ્દો સર્વત્ર ચર્ચાઇ રહ્યો છે છતાં નરેશ પટેલ મીડિયા સમક્ષ આવ્યા નથી કે તેમનું કોઇ નિવેદન જારી થયું નથી.

  શુક્રવારે બપોરે ટ્રસ્ટીઓની બેઠક પૂર્વે પત્રકાર પરિષદ યોજવાની અને તેમાં નરેશ પટેલ પોતાના રાજીનામાનું કારણ જાહેર કરશે તેવી જાહેરાતો થતાં મામલાનો સુખદ અંત આવી જશે તેવા અનુમાનો લાગી રહ્યાં હતાં ત્યારે અચાનક જ ગુરુવારે રાત્રે વાતાવરણે પલટો માર્યો હતો. શહેરના મહિલા કોલેજ અન્ડરબ્રિજ અને નાનામવા સર્કલ નજીક નરેશ પટેલની તસવીરો સાથેના બેનરો લાગી ગયા હતા અને તેમાં ગદ્દારને ખુલ્લો પાડો, નરેશભાઇ અમે તમારી સાથે છીએ તેવા લખાણ લખાયાં હતાં.


  હાલ પૂરતો મામલો સમેટાઇ રહ્યો છે તેવો માહોલ સર્જાઇ રહ્યો હતો ત્યારે અચાનક જ નરેશ પટેલ તરફેના પોસ્ટર્સ લગાડવા પાછળનો હેતું શું હોય શકે?, નરેશ-પરેશ વચ્ચેના ગજગ્રાહને શમાવવાને બદલે આગ ચાંપવાનું કારણ શું?, અને કોણ તે કરી રહ્યું છે?. ખરેખર લાગેલા પોસ્ટર્સ નરેશ પટેલની તરફેણમાં જ છે કે પરેશ તરફી જૂથે પત્રકાર પરિષદ અને ટ્રસ્ટીઓની બેઠકમાં ધમાલ કરવા ખેલ પાડ્યો સહિતના પ્રશ્નો લોકમુખે ચર્ચાવા લાગ્યા છે અને પોસ્ટર્સને કારણે શુક્રવારની બેઠક ધમાલવાળી બની રહેશે તેવું લાગી રહ્યું છે.

  વધુ તસવીરો અને માહિતી જોવો આગળની સ્લાઇડ્સમાં

 • ખોડલધામના ટ્રસ્ટી નરેશની ફેવરમાં પોસ્ટર લાગ્યા|There was a poster in Nareshs fever with trustee of Khodaldham
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ધાર્મિક સંસ્થા માટે રાજકીય ખેંચતાણ વરવી બની, પોસ્ટરો પરેશ જૂથે લગાવ્યાં કે નરેશ જૂથે?

  ખોડલધામ ટ્રસ્ટની દિશા નક્કી કરવા આજે ટ્રસ્ટીઓની મિટિંગ

   

  ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદેથી નરેશ પટેલના રાજીનામા પ્રકરણ બાદ ટ્રસ્ટની દિશા નક્કી કરવા માટે શુક્રવારે રાજકોટ ખાતે મિટિંગનું આયોજન કરાયું છેે. આ બેઠકમાં ટ્રસ્ટીઓ ચેરમેને શા માટે રાજીનામું આપ્યું તે અંગે ચર્ચા કરશે. ટ્રસ્ટના પ્રમુખ તરીકે પરેશ ગજેરાને યથાવત રાખવા, તેમની સત્તા ઉપર કાપ મૂકવો કે નવા પ્રમુખની જાહેરાત કરવી સહિતના પ્રશ્નો અંગે નરેશ પટેલે ટ્રસ્ટ મંડળની બેઠક પહેલા પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. ખોડલધામ ટ્રસ્ટની દર મહિનાના પ્રથમ સપ્તાહમાં ટ્રસ્ટીઓની બેઠક મળે છે.

   

  તે મુજબ એપ્રિલ માસની બેઠક 6 એપ્રિલે સરદાર વલ્લભભાઇ પટેલ ભવનમાં રાખવામાં આવી છે. આ બેઠક યોજાય તે નરેશ પટેલે પત્રકાર પરિષદ બોલાવી છે જેમાં લેઉવા પટેલ સમાજને છેલ્લા ત્રણ દિવસથી મનમાં જે પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે તેના જવાબ આપશે. જો કે અંતિમ નિર્ણય તો ટ્રસ્ટીઓની બેઠકમાં જ લેવામાં આવશે. ખોડલધામ ટ્રસ્ટની બેઠકમાં ફરી એક વખત નરેશ પટેલને સર્વેસર્વા જાહેર કરવામાં આવશે અને સંપૂર્ણ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવશે. ખોડલધામ ટ્રસ્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ પ્રમુખ તરીકે પરેશ ગજેરાને યથાવત્ રાખવામાં આવશે.

 • ખોડલધામના ટ્રસ્ટી નરેશની ફેવરમાં પોસ્ટર લાગ્યા|There was a poster in Nareshs fever with trustee of Khodaldham
  મહિલા કોલેજ બ્રીજ અને નાનામવા સર્કલે પોસ્ટરો લાગ્યાં

  શહેરના મહિલા કોલેજ અન્ડરબ્રિજ અને નાનામવા સર્કલ નજીક નરેશ પટેલની તસવીરો અને લખાણ સાથેના બેનરો લાગી ગયા હતા. લેઉવા પટેલ સમાજમાં તરેહ-તરેહની ચર્ચા જાગી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ