સુરતના કોર્પોરેટરે 10 કિલોનો ગરબો માથે મૂકી કલાના કામણ પાથર્યા

સાંસ્કૃતિક વિભાગના ચેરમેને પણ 10 કિલોનો ગરબો માથે મૂકી કલાના કામણ પાથર્યા હતા

DivyaBhaskar.com | Updated - Sep 16, 2018, 03:11 AM
The corporate of Surat spent 10 kg of garba on the head

રાજકોટ: શહેરના હેમુ ગઢવી હોલમાં શુક્રવારથી શરૂ થયેલા રાજ્યકક્ષાના કલા મહાકુંભના બીજા દિવસે સુરતના ઉમિયા પરિવાર મહિલા મંડળના ગ્રૂપે તું કાળીને કલ્યાણી રે... પ્રાચીન ગરબો રમી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ગરબાની ખાસિયત એ હતી કે, ગ્રૂપના લીડર રશ્મીબેન પટેલ સુરતના મહિલા કોર્પોરેટર છે અને તેઓ મહાનગરપાલિકામાં સાંસ્કૃતિક વિભાગનાં ચેરમેન તરીકે કાર્યરત છે.

રશ્મીબેને તેમનાં માથા પર છ કિલોનું સાંબેલું અને તેના ઉપર 4 કિલોનાં બે પિત્તળના ગરબા મળી કુલ 10 કિલો માથા પર ઉપાડી ગરબે રમ્યાં હોવાનું ગ્રૂપ સાથેના હેમાંગભાઇ વ્યાસે જણાવ્યું હતું. સ્પર્ધાના બીજા દિવસે ગરબા ઉપરાંત કથક, ભરતનાટ્યમ, ભવાઇ, કૂચીપુડી અને વાંસળી કલા યોજાઇ હતી. જેમાં 572 કલાકારોએ તેમનું કૌશલ્ય બતાવ્યું છે.

X
The corporate of Surat spent 10 kg of garba on the head
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App