ખોડલધામની ભગીની સંસ્થા સરદાર ભવનમાં ફરી વિવાદ, શિક્ષકની બદલી થતા હોબાળો

500થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થાના આગેવાન રમેશ રૂપાપરાના ઘરે દોડી ગયા

DivyaBhaskar.com | Updated - Sep 11, 2018, 02:46 PM

500થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થાના આગેવાન રમેશ રૂપાપરાના ઘરે દોડી ગયા

રાજકોટ: ખોડલધામની ભગીની સંસ્થા સરદાર ભવન ફરી એકવાર વિવાદમાં આવી છે. સંસ્થામાં વિનામૂલ્યે સેવા આપનાર પોલીસ શિક્ષકની બદલી થતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. ક્લાસ 3ના મેનેજમેન્ટ કરનાર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની બદલી થતા 500થી વધુ વિદ્યાર્થીઓએ કેકેવી ચોક ખાતે આવેલા રમેશ રૂપાપરાના ઘરે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી.

500થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થાના આગેવાન રમેશ રૂપાપરાના ઘરે દોડી ગયા

પાટીદાર સમાજની આસ્થાના પ્રતિક સમાન ખોડલધામની ભગીની સંસ્થા વધુ એકવાર વિવાદમાં આવી છે. ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાં સેવા આપનાર પોલીસ કોન્સ્ટેબલ સંજય ખાખરીયાની બદલી થતા 500થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થાના આગેવાન રમેશ રૂપાપરાના ઘરે દોડી ગયા હતા અને અમને અભ્યાસ કરાવનારાની રાજકીય ઈશારે બદલી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે રમેશ રૂપાપરાએ પોતે આ મુદ્દે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે વાત કરી હોવાનું જણાવી તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. ઉલ્લેખનીય છે આ સંસ્થા અગાઉ વિવાદમાં આવી હતી, અચાનક જ ભાજપના સિનિયર નેતા રમેશ રૂપાપરાને ટ્રસ્ટી બનાવી દેવાયા હતા. રાજકરાણથી દૂર અને કોઇ પક્ષ સાથે લેવા દેવા નથી તેવો દાવો કરતી સંસ્થામા ભગવો લાગતા અગાઉ ચર્ચાનો વિષય બન્યો હતો.

રાજકોટમાં યુવાનના SBI ખાતામાંથી પીન કે એકાઉન્ટ નંબર વગર જ 84500 રૂપિયાની ઓનલાઈન ઉઠાંતરી

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App