Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » ખોડલધામ બાદ ઉમિયાધામ વિવાદમાં ઉપપ્રમુખે છેતરપિંડી કર્યાના આક્ષેપો | The allegations of cheating the vice-president in Umaidham dispute after Khodaldham

ખોડલધામ બાદ ઉમિયાધામ વિવાદમાં ઉપપ્રમુખે છેતરપિંડી કર્યાના આક્ષેપો

Divyabhaskar.com | Updated - May 16, 2018, 01:58 AM

ઉમિયાધામને બદનામ કરવા 11 શખ્સોની ટોળકી મેદાને પડી છે,ઉપપ્રમુખ સામે થયેલા આક્ષેપને વખોળતું સિદસર મંદિર ટ્રસ્ટ

  • ખોડલધામ બાદ ઉમિયાધામ વિવાદમાં ઉપપ્રમુખે છેતરપિંડી કર્યાના આક્ષેપો | The allegations of cheating the vice-president in Umaidham dispute after Khodaldham
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટમાં ચેરમેન અને પ્રમુખના વિવાદ બાદ કડવા પટેલ સમાજની ઉમિયા માતાજી મંદિર સિદસર ટ્રસ્ટમાં વિવાદ શરૂ થયો છે. ટ્રસ્ટના ઉપપ્રમુખે 11 વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી કરોડો રૂપિયાની સંપત્તિ ઊભી કરી હોવાના આક્ષેપ સામે વિરોધ નોંધાવવા ઉમિયા માતાજી મંદિર સિદસર ટ્રસ્ટે પત્રકાર પરિષદ યોજી ઉપપ્રમુખ સામેના તમામ આક્ષેપ ખોટા હોવાનું કહ્યું હતું.


    રાજકોટ ખાતે સિદસર ઉમિયા માતાજી ટ્રસ્ટની પત્રકાર પરિષદમાં મુળજીભાઇ ભીમાણીએ જણાવ્યું હતું કે, જેરામભાઇ વાસજાળિયાએ પાટીદારોની છ મોટી સંસ્થા ખોડલધામ, સિદસર ઉમિયાધામ ટ્રસ્ટ, સમસ્ત પાટીદાર સંસ્થા, ઉંઝા ઉમિયા ધામ ટ્રસ્ટ, સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વચ્ચે સંકલન કરી સમાજની સેવા કરી છે. પોપટભાઇ કગથરાએ જણાવ્યું હતું કે, જેરામભાઇ સામે સગા સંબંધીઓ સાથે છેતરપિંડી કરી છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે પણ તેમા તથ્ય નથી. જે વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી છે તે તમામ વ્યક્તિઓ અહી હાજર છે.

    એક પણ વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કર્યો નથી. આ પત્રકાર પરિષદમાં રમેશ રાણીપા, વલ્લભ ભલાણી, જયેશ પટેલ, નાથા કાલરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

  • ખોડલધામ બાદ ઉમિયાધામ વિવાદમાં ઉપપ્રમુખે છેતરપિંડી કર્યાના આક્ષેપો | The allegations of cheating the vice-president in Umaidham dispute after Khodaldham
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending