મોત / રાજકોટમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવતીને જીવતી સળગાવનાર મંદિરના પૂજારીનું મોત

પૂજારી
પૂજારી
X
પૂજારીપૂજારી

  • સેવિકાને સળગાવા જતા પૂજારી પણ દાઝી ગયો હતો
  • મંદિરના પૂજારીએ લગ્ન માટે દબાણ કરી પૂર્વ સેવિકાને સળગાવી હતી 

Divyabhaskar.com

Feb 14, 2019, 10:36 PM IST
રાજકોટ:એક તરફી પ્રેમમાં પાગલ મહાકાલ મંદિરના પૂજારીએ લગ્ન માટે દબાણ કરી બે સંતાનની માતા એવી પૂર્વ સેવિકાને જીવતી સળગાવી દીધી હતી. પરિણીતાની બૂમો સાંભળી ઠારવા જતા પૂજારી પણ દાઝી ગયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતા અને પૂજારી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન પૂજારીનું મોત નીપજ્યું હતું અને પરિણીતા હાલ સારવાર હેઠળ છે.

પૂજારી પજવણી કરતો હોવાથી પરિણિતા લોજમાં કામ કરતી

મોટામવા વામ્બે આવાસ ક્વાર્ટરમાં રહેતી પૂનમ દિનેશ પરમાર નામની પરિણીતાએ કાલાવડ રોડ, કોસ્મો ચોકડી પાસે આવેલા મહાકાલ મંદિરમાં સેવા પૂજા કરતા અને પોતાને ભૂવો ગણતા બોની ઉર્ફે રોનક અરવિંદ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેને સંતાનમાં બે પુત્રી છે અને પતિ મજૂરી કામ કરે છે. તે મહાકાલ મંદિરે રોજ સાફ-સફાઇ કરવા જતી હતી. એ સમયે પૂજારી બોની ઉર્ફે રોનક તેની પજવણી કરતો હતો. જેથી ત્યાં જવાનું બંધ કરી એક લોજમાં કામ કરવા જતી હતી.
2. બોનીએ પરિણિતાને લગ્ન કરવાનું દબાણ કર્યું હતું
બુધવારે બપોરે તે લોજમાં હતી ત્યારે બોની રોનકનો ફોન આવ્યો કે, તું મંદિરે આવ મારે અહીં પૂજા કરવાની હોય સફાઇ કરવાની છે. જેથી પૂનમે અત્યારે તે કામમાં હોય સાંજે પતિ સાથે મંદિરે આવી સફાઇ કરી જશે. આ સમયે ઉશ્કેરાયેલો બોની રિક્ષા લઇ પૂનમ જ્યાં કામ કરતી હતી ત્યાં આવી બળજબરીથી રિક્ષામાં મંદિરે લઇ ગયો હતો. મંદિરે પહોંચતા બોની લગ્ન કરી લેવા દબાણ કર્યું હતું. પોતે પરિણીત હોવાનું અને બે સંતાનની માતા હોય શક્ય ન હોવાનું કહેતા બોની વધુ ઉશ્કેરાયો હતો  અને તું મારી નહીં તો કોઇની નહીં તેમ કહી પૂનમનાં શરીર પર કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી.
 
3. પરિણિતાનું નિવેદન લઈ તપાસ તેજ
અગન જ્વાળામાં લપેટાઇ જતાં પૂનમની ચીસાચીસથી બોની આગ ઠારવા કોશિશ કરી હતી. જેમાં તે પણ દાઝી ગયો હતો. બનાવની અન્ય લોકોને જાણ થતાં પૂનમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ, જ્યારે બોનીને તેના સંબંધીઓ ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા. ગંભીર હાલતમાં દાઝી ગયેલી પૂનમનું નિવેદન નોંધી તેના આધારે બોની સામે ગુનો નોંધ્યો છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી