તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ: પાણીના પાઉચ પછી ચાના પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ, ફોજદારી થશે Tea Plastic Cup Prohibition After Wtaer Plastic Bag In Rajkot

રાજકોટ: પાણીના પાઉચ પછી ચાના પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ, ફોજદારી થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટઃ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર િવજય નેહરાએ તેમના કાર્યકાળ દરમિયાન ચાના કપ પર પ્રતિબંધ મુકતો પરિપત્ર જારી કર્યો હતો. આ પરિપત્રના થોડા દિવસો બાદ જ ફરી પ્લાસ્ટિકના કપમાં ચાનું વેચાણ શરૂ થયું હતું. ત્યારે ફરી એક વખત પ્લાસ્ટિકના કપ ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો કાયમી અમલ થશે કે કેમ એ મોટો સવાલ છે. મહાનગરપાલિકાએ પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ મૂકી સમગ્ર રાજ્યને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો ત્યારે હવે પ્લાસ્ટિકના કપમાં ચા આપવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવા સૂચના આપવામાં આવી છે.

 

ગત પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ શહેરમાં પાણીના પાઉચનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું. ત્યાર બાદ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓએ પણ પાણીના પાઉચ પર પ્રતિબંધ મૂકયો હતો. બંછાનીધિ પાનીએ વધુ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં સ્વચ્છતા જાળવવામાં માટે ચામા ઉપયોગ માટે લેવાતા પ્લાસ્ટિકના કપ ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

 

ચામાં પ્લાસ્ટિકના કપનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. જેના કારણે શહેરમાં જાહેર રસ્તા પર પ્લાસ્ટિકના કપ જ્યાં ત્યાં જોવા મળી રહ્યા છે. આ ચાના કપ મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં તથા પાણીની લાઇનમાં આ કપ ફસાઇ જઇને પાણી નિકાલ સ્થગિત કરી દે છે. જેથી આવી લાઇનમાં ફસાયેલા ચામાં ઉપયોગમાં લેવાતા કપનો નિકાલ કરવો મુશ્કેલ બની જાય છે, તેમજ શહેરની સ્વચ્છતા જળવાતી નથી. જાહેર આરોગ્ય સામે ગંભીર પ્રશ્ન ઊભા થાય છે અને તેના કારણે જાહેર આરોગ્ય માટે જોખમ ઊભું થાય છે.

 

આવી પ્રવૃત્તિ અટકાવવાના હેતુસર ધી ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 376-એ હેઠળ મળેલી સત્તાને ધ્યાને રાખી રાજકોટ શહેરમાં પાણીના પાઉચ તથા ચામાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના કપનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ઉલ્લઘંન કરનાર સામે કલમ 376-એ હેઠળ તેમજ અન્ય જોગવાઇઓ હેઠળ પગલાં લેવામાં આવશે અને જરૂર જણાયે સીઆરપીસીની કલમ 133 હેઠળ જાહેર ન્યૂસન્સ ઊભું કરવા માટે જરૂરી ફોજદારી કાર્યવાહી માટે કોર્પોરેશન આગળની કાર્યવાહી હાથ ધરશે.