માળિયા: ડીઝલ ચોરીની શંકાએ યુવકને ટ્રેક્ટર સાથે બાંધીને માર્યો ઢોર માર, વીડિયો વાયરલ

3 શખ્સોએ યુવકને ઢોરમાર માર્યો
3 શખ્સોએ યુવકને ઢોરમાર માર્યો

DivyaBhaskar.com

Dec 06, 2018, 04:31 PM IST


* યુવકને બચાવવા જતા તેના કાકાને મળી જાનથી મારી નાખવાની ધમકી
* 3 શખ્સોએ યુવકને ઢોર માર મારતા નોંધાઈ પોલીસ ફરિયાદ

માળિયા: ડીઝલ ચોરીની શંકા કરીને ત્રણ શખ્સોએ યુવકને ટ્રેક્ટર સાથે બાંધી દઈ ઢોર માર માર્યો હતો. તેમજ યુવકને બચાવવા જતા તેના કાકાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વધુ માર પડતા યુવક બેભાન થઈ ગયો હતો

મોરબી જિલ્લાના માળિયામાં રફીકદોસ મહમદભાઈ ખોડ માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જે નાગાવાડી વિસ્તારમાં માછીમાર કરવા ગયા હતા. તે દરમિયાન સોકતઅલી અયુબભાઈ મોવર, મકો કરીમભાઈ મોવર અને અલારખા હુસેનભાઈ સંઘવાણી આવી ચઢ્યા હતા. તેઓએ રફીકદોસને પાણીમાં નાખેલી માછલી પકડવાની જાળી બહાર કાઢવા કહ્યું હતું. પરંતુ રફીકદોસે ના પાડતા આ ત્રણેય ઉશ્કેરાયા હતા અને તું અહીંથી ડીઝલની ચોરી કરે છે તેવું કહીને બેફામ ગાળો ભાંડી હતી. આ સાથે જ યુવકને ટ્રેક્ટર સાથે બાંધીને લાકડી વડે ઢોર માર માર્યો હતો. વધુ મારના કારણે યુવક બેભાન થઈ ગયો હતો. હાલ આ યુવક મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

X
3 શખ્સોએ યુવકને ઢોરમાર માર્યો3 શખ્સોએ યુવકને ઢોરમાર માર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી