• Gujarati News
  • National
  • રાજકોટ: ખંડણી મામલે ખુલાસો પૂછવા LCBનું કાંધલ જાડેજાને સમન્સ Summons Of Rajkot LCB To Kandhal Jadeja To Ask For Clarification On Ransom

રાજકોટ: ખંડણી મામલે ખુલાસો પૂછવા LCBનું કાંધલ જાડેજાને સમન્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: શહેરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને ખંડણી માંગવા મુદ્દે સમન્સ મોકલવામાં આવ્યું છે. કાંધલ જાડેજાના નામે અજાણ્યા શખ્સોનો જેતપુરના ઉદ્યોગપતિને ફોન આવ્યો હોવાની વાત પોલીસ સુધી પહોંચી હતી. જેને લઇ પોલીસે કાંધલ જ છે કે કોઇ તેના નામે ફોન કરી રહ્યું છે તેનો ખુલાસો પૂછવા સમન્સ પાઠવ્યું છે.

 

 

જયેશ રાદડિયાને પણ રજૂઆત

 

આ મુદ્દે જેતપુરના ઉદ્યોગપતિઓમાં ભય ફેલાયો હતો અને એક મિટિંગ યોજી હતી. આ મુદ્દે ઉદ્યોગપતિએ મંત્રી જયેશ રાદડિયાને પણ રજૂઆત કરી હતી. હવે કાંધલ જાડેજા રાજકોટ પોલીસને જવાબ આપે પછી જ ખબર પડે કે સાચું શું છે. હાલ તો કાંધલ જાડેજા પાસે જવાબ લેવા માટે પોલીસે તેડું મોકલ્યું છે. ગમે ત્યારે કાંધલ જાડેજા રાજકોટ પોલીસને મળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

 

રાજકોટ: પિતાએ ઠપકો આપતા બાળકે છોડ્યું'તુ ઘર, 10 વર્ષે ફરી મિલન

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો