રાજેકોટમાં PIની બદલી રોકવા આહીર સમાજ લોકોએ કોઠારિયા હાઇવે કર્યો ચક્કાજામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટમાં ડિમોલિશનમાં ભાજપ અગ્રણી દિનેશ કારીયાને કાયદાનું ભાન કરાવનાર એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. સોનારાની રાજકીય ઇશારે આઇબીમાં બદલી કરવામાં આવી છે. જેના વિરોધમાં આજે આહીર સમાજના લોકો દ્વારા રાજકોટ-અમદાવાદ હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. હાઇવે પર લોકો દ્વારા વિરોધ કરતા ટ્રાફિકજામ સર્જાતા હતો. રસ્તા પર વાહનોની લાબી કતારો લાગી હતી.

પીઆઇની બદલી રોકવા મામલે ત્રિકોણ બાગ ખાતે ધરણા

 

રાજકોટમાં પીઆઈ બી.પી. સોનારાની બદલીને લઈને રાજકોટમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરના ત્રિકોણ બાગ ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધરણામાં મોટી સંખ્યા લોકો જોડાયા હતા. પીઆઇની બદલી રોકાવવા માટે લોકોના હાથમાં 'સત્તાધીશો શરમ કરો શરમ..' તેવા બેનરો સાથે ધરણા પર બેઠા હતા.

 

PIની બદલી રોકવા રાજકોટના લોકો દ્વારા વિરોધ

 

પીઆઇ બી.પી. સોનારાની બદલી રોકવા આગાઉ પણ આહિર સમાજ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ રાજકોટમાં લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. સિહોર પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ બટુકભાઇ કે જેઓ થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયા છે. તેઓએ ગૃહ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરી ચિમકી ઉચ્ચારી છે કે બદલી પાછી ખેચવામાં નહીં આવે તો રાજકોટ-અમદાવાદ હાઇવે પર આત્મવિલોપન કરશે.

 

સામાજીક કાર્યકરનો PIની બદલી રોકવા અનોખો વિરોધ કર્યો

 

રાજકોટના એ-ડિવિઝનના પીઆઈ બી.પી. સોનારાની બદલીને લઈને ઠેર-ઠેર વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે એક સામાજીક કાર્યકર હેમંત વિરડા દ્વારા આ બદલીનો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેણે પોતના બુલેટમાં પાછળ એક પોસ્ટર લગાવ્યું છે જેમાં લખ્યું છે કે, 'હવે નેતાનો પોલીસને બદલીનો ડર, જનતા તારી રક્ષા તું સ્વયં કર'.

 

વસોયાની જળસમાધીના નાટકનો અંત, લલિત-હાર્દિકની અટકાયત, બન્નેએ કહ્યું આ ન કરવા થઇ'તી પૈસાની ઓફર

 

તસવીરો જોવા માટે આગળ સ્લાઇડ્સ પર ક્લિક કરો....